Home મોરબી  હળવદ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ને સંતોષ કારક ભાવ ન મળતા હોબાળો.

હળવદ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ને સંતોષ કારક ભાવ ન મળતા હોબાળો.

0
0
હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો રોષે ભરાયયા હતા અને માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાવી દીધી હતી અને કપાસનો યોગ્ય ભાવ આપવા યાર્ડની ઓફિસ ખાતે રજૂઆત કરી હતી. બે દિવસમાં જ રૂ.200 થી રૂ.300 નો કપાસના ભાવમાં તૂટતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અને કપાસના ઓછા ભાવો મળવા મામલે રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હળવદ માર્કેટયાર્ડમાં શરૂ થયેલી હરરાજી બંધ રખાવી જય જવાન જય કિસાન ના નારા લગાવીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને કપાસનો યોગ્ય ભાવ આપવા માંગ કરી હતી.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કપાસિયા અને ખોળ નો ભાવ જે હતો એ છે એમાં ભાવ ઘટ્યો નથી તેવામાં આજે હળવદ માર્કેટ યાર્ડ માં બે દિવસ પહેલા જે કપાસ નો રૂ.1000 થી રૂ.1200 ના ભાવે વેચાયો હતો. તે આજે માત્ર રૂ.800 થી રૂ.1000 ના ભાવ બોલાય છે. જેથી કપાસનો યોગ્ય ભાવ મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને હાલ હરાજી બંધ કરાવી છે. હળવદ માર્કેટયાર્ડમાં રૂ.70 થી રૂ.80 હજાર મણ કપાસની આવક સિઝનમાં નોંધાતી હોય છે હાલ કપાસની આવક ચાલુ થઇ છે ત્યારે જ ભાવને લઈ દેકારો બોલ્યો હતો.જોકે આ વખતે અતિવૃષ્ટિથી ખેતરોને ધોવાણ થઈ ગયા હતા અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો .ગત વર્ષ માઠું અને આ વર્ષે અતિવૃષ્ટિથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે.ત્યારે કપાસના ભાવો ઓછા મળતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App