Friday, September 17, 2021
Homeખેડૂત આંદોલનનો 43મો દિવસ : ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કરી, મહિલાઓ પણ જોડાઈ...
Array

ખેડૂત આંદોલનનો 43મો દિવસ : ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કરી, મહિલાઓ પણ જોડાઈ : સરકાર સાથે આવતીકાલે 9માં વખતની વાતચીત.

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43મો દિવસ છે. ખેડૂત આજે દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી દીધી છે.જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો. જેના ભાગરૂપે સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યા છે. માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યાં છે.

અપડેટ્સ

માર્ચને ધ્યાનમાં રાખતા પોલીસે કુંડલી-માનેસર-પલનલ ટોલ પ્લાઝા પર સુરક્ષા વધારી દીધી.

ગાઝિયાબાદના ADM શૈલેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે, ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખતા પૂરતી પોલીસ તહેનાત કરાઈ છે, વીડિયો રેકોર્ડિંગ પણ કરાઈ રહી છે.

ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, ટ્રેક્ટર રેલી 26 જાન્યુઆરીની તૈયારી છે. અમારો રૂટ અહીંથી ડાસના છે, ત્યારપછી અલીગઢ રોડ પર અમે થોભશું ત્યાં લંગર થશે પછી અમે ત્યાંથી પાછા આવીશું અને નોઈડા વાળા ટ્રેક્ટર પલવલ સુધી જશું. અમે સરકારને સમજાવવા માટે જ આવું કરી રહ્યાં છીએ.

લાલ કિલ્લામાં પરેડની સ્થિતિ

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો હવે ટ્રેક્ટર માર્ચ કરી રહ્યાં છે.જેમાં તેઓ 60 હજારથી વધુ ટ્રેક્ટર સામેલ થવાનો દાવો કરે છે. જેને તેઓ 26મી જાન્યુઆરીના પરેડની તૈયારીના ભાગ રૂપે ગણાવી રહ્યાં છે. લાલ કિલ્લા પર પરેડની લંબાઈ 8.2 કિલોમીટર હોય છે. જે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જતી હતી. તો આ તરફ ખેડૂતો સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યાં છે. દર વર્ષે બે લાખ વધુ લોકો પરેડમાં સામેલ થાય છે. જેમાં રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનથી માંડી તમામ લોકો સામેલ થાય છે. ખેડૂત આંદોલનમાં ખેડૂત નેતાથી માંડી ખેડૂતો સુધી લાખોની સંખ્યામાં એકઠા થઈ રહ્યાં છે. પરેડમાં ભારતીય સેનાના વિવિધ રેજિમેન્ટ, વાયુસેના, નૌસેના અને આર્મી ભાગ લે છે. ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં 25થી વધુ ચાલતા અને ઘોડેસવાર દળ વાળા, લગભગ 20 સૈન્ય બેન્ડ, વિવિધ સૈન્ય વાહન, 30 વિમાન, 30 સાંસ્કૃતિક ટેબલો રાજ્ય પ્રમાણે અને 1200 શાળાના બાળકો સામેલ થાય છે. ખેડૂતોની પરેડમાં હરિયાણાના ખેડૂત સંગઠનોએ દરેક ગામમાંથી 10 મહિલાઓને 26 જાન્યુઆરી માટે દિલ્હી બોલાવ્યા છે. હરિયાણાની લગભગ 250 મહિલાઓ ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે. સાથે જ ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર માર્ચનું નેતૃત્વ મહિલાઓ જ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments