સિંધુ બોર્ડર પર ખેડૂતો રોજ બનાવી રહ્યા છે 5 ક્વિંટલ ગ્રીન જલેબી, ગ્રીન કલર સુખ-સમૃદ્ધિનું પ્રતિક હોવાથી જલેબી માટે પસંદ કર્યો

0
0

સિંધુ બોર્ડર પર પ્રોટેસ્ટ કરી રહેલા પંજાબના મોહાલીનું એક ખેડૂત ગ્રુપ ગ્રીન જલેબીઓ સર્વ કરી રહ્યું છે. તેઓનું માનવુ છે કે લીલા રંગની જલેબીઓનો સંબંધ તેમની ઉપજ અને સુખ-સમૃદ્ધિ સાથે છે.અહીં રોજ 5 ક્વિંટલ જલેબીઓ સર્વ કરાઈ રહી છે. પિત્ઝા સ્ટોલ પછી આ ગ્રીન જલેબીઓ હાલ ચર્ચાનું કારણ બની છે.

એક ખેડૂત જસવીર ચંદે જણાવ્યું હતું કે- અમે છેલ્લાં કેટલાંક દિવસોથી લીલી જલેબીઓ સર્વ કરી રહ્યા છીએ. એક દિવસમાં લગભગ 5 ક્વિન્ટલ જલેબી સર્વ કરીએ છીએ. તો જસવીરના ભાઈ બલદેવ સિંહનું કહેવુ છે કે જલેબીનો લીલો રંગ ગ્રીન રિવોલ્યુશનનો સંદેશ પણ આપે છે. સાથે જ શાંતિનું પ્રતિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here