ખેડૂતોએ હરિયાણામાં રિલાયન્સના પેટ્રોલ પંપ બંધ કરાવ્યા, પંજાબમાં 1500 મોબાઇલ ટાવરને નુકસાન

0
0

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 34મો દિવસ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે 21 દિવસ પછી બુધવારે સાતમાં તબક્કાની વાતચીત થવાની છે. ખેડૂતોએ સરકારને 29 ડિસેમ્બરની તારીખ આપી હતી, પરંતુ સરકાર તરફથી 30મી ડિસેમ્બરનું આમંત્રણ મળ્યું, જેને ખેડૂતોએ માની લીધું છે, પરંતુ કહ્યું છે કે સરકાર તેમનો એજન્ડા રજૂ કરે.

અંબાણીની પ્રોડક્ટ્સનો સખત વિરોધ

પાનીપતમાં સમાલખા પાસે જીટી રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપને ખેડૂતોએ સોમવારે બંધ કરાવ્યા છે. પોસ્ટર્સ અને બેનર્સ ફાડી નાખવામાં આવ્યાં છે. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. 3 પોલીસકર્મીને પંપ પર તહેનાત કરવામાં આવ્યા છે. પંપના મેનેજરે જણાવ્યું હતું કે આ ત્રીજી વખત છે, જ્યારે ખેડૂતોએ પેટ્રોલ પંપ બંધ કરાવ્યા છે. બીજી બાજુ, પંજાબમાં અત્યારસુધીમાં 1500 ટેલિકોમ સેક્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એમાં મોટા ભાગના રિલાયન્સ જિયોના છે. એનાથી મોબાઈલ સેવા પર પણ અસર પડી છે. રિલાયન્સ જિયોએ મોબાઈલ ટાવરની સુરક્ષા માટે પંજાબ પોલીસની મદદ માગી છે.

સરકાર સાથે વાતચીત સફળ ન થઈ તો 31 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત કહે છે, જે પ્રસ્તાવ અમે મૂક્યો છે એના પર જ ચર્ચા કરીશું. કાયદો પરત લેવામાં નહીં આવે તો અહીં જ બેઠા રહીશું. ખેડૂતો 30 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચની જાહેરાત પણ કરી ચૂક્યા છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે સરકાર સાથે વાતચીત સફળ નહીં રહે તો 31 ડિસેમ્બરે માર્ચ કાઢવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here