હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઓછો ભાવ મળતા ખેડૂતો હરાજી કરાવી બંધ.

0
87
માત્ર એક જ દિવસમાં 300 રૂપિયા જેટલો ભાવ ઉતરી જતા ખેડૂતો રોષે ભરાયા : ખેડૂતોનું ટોળું યાર્ડ ની ઓફિસે રજૂઆત કરવા દોડી ગયું.
હળવદ પંથકમાં લીલા દુકાળને કારણે ખેડૂતો પાઈમાલ બન્યા છે તેવામાં ખેડૂતોની વિવિધ જણસોનો પણ યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજે હળવદ માર્કેટિંગ યાર્ડ માં કપાસ વેચવા આવેલા ખેડૂતોને ગઇકાલ કરતા 300 જેટલા ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાવી છે સાથે જ ખેડૂતો નું ટોળું માર્કેટીંગ યાર્ડની ઓફિસે રજૂઆત કરવા દોડી ગયું છે.
માર્કેટિંગ યાર્ડમાં કપાસની વધુ આવકને કારણે જાણી જોઈને ભાવ નીચો કરી દેવામાં આવતો હોય છે જે અમે ક્યારેય  હાંકી નહીં લઈએ અને જ્યાં સુધી અમને કપાસનો યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી અરજી ચાલુ થવા દેશુ નહીં તેમ જણાવ્યું હતું હાલ તો  apmc દ્વારા ખેડૂતો  સમજાવયા બાદ પુન હરાજી શરૂ કરવી હતી હરાજી શરૂવાત થતા 800 થી 1000 પહોંચી જતાં ખેડુતો પોતાનો માલ વેંચવા તયાર થયા હતા..
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here