કૃષિ બિલના વિરોધમાં રસ્તા પર ઉતર્યા ખેડૂતો, બંધનું એલાન

0
0

તાજેતરમાં સંસદમાં ખેતી સુધારા વિધેયકો રજૂ થયા તેના વિરોધમાં દેશના કરોડો ખેડૂતો, ખેત મજદૂરો આંદોલનના માર્ગે ઉતાર્યા છે. સંસદમાં પાસ 3 કૃષિ બિલનાં વિરોધમાં આજે પંજાબ અને હરિયાણા સહિત દેશભરમાં ખેડૂતોએ બંદનું એલાન આપ્યું છે. જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત અનેક રાજનીતિક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.

ખુદ સરકારના એક મંત્રી એ કૃષિ વિધેયકો નો વિરોધ કરી,તેની રજૂઆતને ધ્યાને ન લેવાતાં રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના પ્રસ્તાવિત બિલનો સૌથી વધારે વિરોધ તેલંગણા, આંધ્ર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યો છે.

હરિયાણામાં ભારતીય કિસાન યૂનિયન સહિત અનેક સંગઠનોએ કહ્યું છે કે તેઓએ બિલોની વિરુદ્ધ કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું સમર્થન કર્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ પ્રદર્શન દરમિયાન ખેડૂતોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રાખવા અને કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

ખેડૂત સંગઠનોએ 1 ઓક્ટોબરથી અનિશ્ચિતકાલીન રેલ રોકો આંદોલન પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે કેન્દ્રના કૃષિ સુધાર બિલોથી ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા ખતમ થઈ જશે અને કૃષિ ક્ષેત્ર પર મોટા કોર્પોરેટ્સના હાથમાં જતું રહેશે.

ગુજરાતમાં પણ ખેડૂતો તાલુકા કક્ષાએ આવેદન આપશે. આ બંધને પગલે પંજાબમાં રેલવે ટ્રેક પર પ્રદર્શન જોતા 26 સપ્ટેમ્બર સુધી પંજાબ તરફથી જનારી અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. અનેક ટ્રેનોને અંબાલા કેન્ટ, સહારનપુર અને દિલ્હી સ્ટેશન પર જ ટર્મિનેટ કરવામાં આવી રહી છે. અંબાલાથી લુધિયાણા કે પછી ચંદીગઢથી અંબાલાના રેલ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. 2 ડઝન ટ્રેનો રદ્દ કરાઈ છે.

પરીક્ષા મોકુફ

પંજાબ યુનિવર્સીટીમાં શુક્રવારે થનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. હવે આ પરિક્ષા 14 ઓક્ટોમ્બર પહેલા નક્કી કરેલા  સમય અનુસાર થશે. યુનિવર્સિટીએ આ આંદોલનને પગલે વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફને સમસ્યા આવી શકે છે જેને કારણે તેમણે પરિક્ષા મોકુફ રાખી છ. યુપીએસસી નવી દિલ્હી દ્વારા 4 ઓક્ટોમ્બરે સ્પર્ધાત્મક પરિક્ષા કરવામાં આવશે. જેને કારણે 4 ઓક્ટોબરે થનારી પરિક્ષા પણ મોકુફ રખાઈ છે હવે આ 13 ઓક્ટોમ્બરે થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here