Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પગલે દક્ષિણ ગુજરાતના સોનગઢ, વ્યારા સહિત તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.

દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત, વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું છે. વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાઈ ગયું છે. વાદળછાયા વાતાવરણને લઈને જિલ્લાના ખેડૂતો ચિંતિત થયા છે. તો નવસારી અને તાપી જિલ્લામાં હળવો કમોસમી વરસાદ પણ પડ્યો છે.

હવામાન વિભાગની માવઠાની આગાહી

રાજ્યમાં વર્ષની શરૂઆતમાં જ માવઠાંની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, એર ડ્રાફ્ટ અને એક સાઈક્લોનિક સરક્યુલેશનના પગલે વાતાવરણમાં પલટો આવશે. 3 અને 4 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કારણ કે, માવઠાથી પાકને ભારે નુકસાન થઈ શકે છે.

બદલાયેલા વાતાવરણની અસરથી વાઇરલ ઇન્ફેક્શન થવાની ભીતિ

નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે મોડી રાત્રે કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને સ્વેટર સાથે રેઇનકોટનો સહારો લેવો પડ્યો હતો. બદલાયેલા વાતાવરણની અસરથી વાઇરલ ઇન્ફેક્શન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જેને લઈને વૃદ્ધો તથા બાળકોને કોલ્ડ વેવમાં બહાર ન આવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ કમોસમી વરસાદને કારણે જિલ્લાના કેરી, ચીકુ તેમજ શાકભાજીના પાકને સીધી અસર થશે. જેના કારણે પાક નુકસાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments