ખેડૂતોને મળશે 3000નું પેન્શન, મોદી 15 ઓગષ્ટે જાહેર કરી શકે છે કિસાન પેન્શન યોજના

0
92

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગષ્ટે કિસાન પેન્શન યોજનાની શરૂઆતની જાહેરાત કરી શકે છે.આ યોજના અંતર્ગત 3000 રૂપિયા માસિક પેન્શનની જાહેર થઇ શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને સ્કીમ લાગૂ કરવા માટે મેકેનિઝમ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. પેન્શન સ્કીમનો ફાયદો આશરે 12-13 કરોડ ખેડૂતોને મળશે. સરકાર પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડૂતો સુધી પહોચશે. 18થી 40 વર્ષ સુધીની ઉંમરના ખેડૂત આ યોજના સાથે જોડાઇ શકે છે, તેમણે 60 વર્ષ પુરા કરવા પછી 3000 રૂપિયા માસિક પેન્શન મળશે. જો લાભ મેળવનારા વ્યક્તિનું મોત થઇ જાય છે તો તેની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે. આ યોજના પર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.

કિસાન પેન્શન યોજનાની તૈયારી પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગષ્ટે શરૂઆત કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને તૈયારી કરવાના આદેશ આપ્યા છે. રાજ્યોને સ્કીમ પર મેકેનિજમ તૈયાર કરવા કહ્યું છે. LIC ખેડૂતોને પેન્શન ફંડને મેનેજ કરશે, આવતા અઠવાડિયાથી તેની માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થશે.

શું છે યોજના?

વડાપ્રધાન કિસાન પેન્શન યોજના હેઠળ અત્યાર સુધી 60 વર્ષની ઉંમરમાં 30000 રૂપિયાની પેન્શન મળશે. વડાપ્રધાન કિસાન પેન્શન યોજના અંતર્ગત 12 કરોડ લોકો આવશે. પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડૂત આવશે, જેમાં 18થી 40 વર્ષના ખેડૂત સામેલ થશે. 60 વર્ષ બાદ 3 હજાર ખેડૂતને પેન્શન આપવામાં આવશે. જેમાં 18 વર્ષના ખેડૂતને 100 રૂપિયા માસિક આપવા પડશે, આટલુ જ નહી રકમ સરકાર પણ આપશે.

જો ખેડૂત દર મહિને 100 રૂપિયા જમા કરાવે છે તો સરકાર તેમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવશે. આ રીતે 60 વર્ષની ઉંમર બાદ તેને 3000 સુધીની પેન્શન મળશે. ખેડૂત પેન્શન યોજના પર આશરે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.

ક્યાથી મળ્યો આ આઇડિયા

કહેવામાં આવે છે કે બીજેપીએ ખેડૂતોને પેન્શન આપવાનો દાવો કરવાનો આઇડિયા પોતાના જ એક રાજ્ય હરિયાણા પાસેથી લીધો છે. બીજેપી શાસિત રાજ્ય હરિયાણામાં ત્યાંના બીજેપી અધ્યક્ષ સુભાષ બરાલાના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી હતી.
જેમને ઘણુ અધ્યયન કર્યા બાદ ખેડૂતોને પેન્શન આપવાનો સુજાવ આપ્યો હતો. ખટ્ટર સરકારે બરાલાના સુજાવને માનતા ફેબ્રુઆરીમાં રજૂ થયેલા પોતાના બજેટમાં તેની જાહેરાત કરી દીધી હતી. તેની માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેની હેઠળ 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પેન્શન આપવામાં આવવાની છે. તેની માટે 15 હજાર રૂપિયાથી ઓછી મહિનાની સમય સીમા નક્કી કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી એવુ નક્કી કરી શકાયુ કે મહિનામાં કેટલુ પેન્શન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here