કલમ 370 હટ્યા બાદ પહેલીવાર સામે આવ્યા ફારુક અબ્દુલ્લા, બોલ્યા મને હાઉસ અરેસ્ટ કર્યો હતો

0
46

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા રવિવાર બાદ આજે શ્રીનગરમાં પોતાના ઘરની બહાર આવ્યા છે. ઘરની બહાર મીડિયાના સવાલો પર તેમણે કહ્યું કે જ્યારે તેમને ઘરની બહાર આવવા નહોતા દેવામાં આવતા તો તેઓ કઈ રીતે આવી શકે. 370 હટાવવા મામલે ગુસ્સો જતાવતા તેમણે કહ્યું કે જે ભારત પર મારો ભરોસો હતો તે આ ભારત નથી. મારો વિશ્વાસ લોકતાંત્રિક ભારતમાં હતો ન કે આ નવા ભારતમાં. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે ફારુક અબ્દુલ્લાને ન તો નજરબંધકરવામાં આવ્યા કે નતો તેમની ધરપકડ થઈ. જેના પર અબ્દુલ્લાએ કહ્યું કે ગૃહમંત્રી જૂઠું બોલી રહ્યા છે.

શ્રીનગરમાં પોતાના ઘરની બહાર ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે સરકારે તેમને નજરબંધ કર્યા, ઘરથી બહાર નહોતા જવા દેવામાં આવતા. હોસ્પિટલે પણ નહોતા જવા દેવામાં આવ્યા. અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે મેં ગૃહમંત્રીનું નિવેદન સાંભળ્યું કે મારી અટકાયત નહોતી થઈ ત્યારે હું બહાર આવ્યો છું. હું દેશને કહેવા માગું છું કે મને નજરબંધ કરવામાં આવ્યો હતો. હું ઘરેથી નિકળી નહોતો શકતો., ક્યાંય જઈ નહોતો શકતો. જ્યારે પોતના દીકરા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાના સવાલ પર તેમણે કહ્યું કે તે હરિનિવાસ ગેસ્ટહાઉસમાં છે, તેમને કોઈ મળી ન શકે. મંગળવારે લોકસભામાં એનસીપીની સુપ્રિયા સુલેએ ફારુક અબ્દુલ્લાની ગેરહાજરીનો મામલો ઉઠાવ્યો હતો. જે બાદ ગૃહમંત્રીએ કહ્યું કે અબ્દુલ્લાની અટકાયત નહોતી થઈ.

સોમવારે જમ્મુ-કાસ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. મંગળવારે તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. બિલમાં જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું પ્રાવધાન છે. આ બિલને લઈ ભારતમાં પણ બે પ્રકારનો મત છે. એક મોટો તબક્કો આને સારું પગલું જણાવી રહ્યો છે તો જમ્મુ-કાશ્મીરના નેતા અને દેશની કેટલીક રાજનૈતિક પાર્ટીઓ ભારે વિરોધ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના ચાર પૂર્વ સીએમ, કેટલાય હાલના સાંસદ અને મોટાભાગના મેનસ્ટ્રીમ પાર્ટીઓ આ બિલને વિનાશકારી કહી રહ્યા છે. ગત બે દિવસથી રાજ્યના મોટાભાગના કદાવર નેતા પોલીસ અટકાયતમાં છે અથવા તો તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here