Friday, March 29, 2024
Homeભારત તરફથી ફેશન ડિઝાઇનર વૈશાલીને પેરિસ હોટ કાઉચર વીક 2021માં સામેલ થવાની...
Array

ભારત તરફથી ફેશન ડિઝાઇનર વૈશાલીને પેરિસ હોટ કાઉચર વીક 2021માં સામેલ થવાની તક મળી

- Advertisement -

મહામારીને લગતા નકારાત્મક સમાચારોની વચ્ચે એક સારા સમાચાર એ છે કે ભારતીય ફેશન ડિઝાઈનર વૈશાલી શાધેંગુલેને પેરિસ હોટ કાઉચર વીક 2021માં પોતાનું કલેક્શન શો કરવા માટે આમંત્રિત કરવામાં આવી છે. છેલ્લા છ મહિના દરમિયાન આ કાઉચર વીકનો ભાગ બનવા માટે તેને ઘણા રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું. વૈશાલી ભારતની તે ફેશન ડિઝાઈનર્સમાંથી એક છે જે સસ્ટેનેબલ ફેશનને પ્રમોટ કરવા માટે જાણીતી છે. 2015થી અત્યાર સુધી સતત ન્યૂયોર્ક ફેશન વીકમાં પોતાનું કલેક્શન રજૂ કરતી રહી છે. પેરિસ હોટ કાઉચર વીકમાં સામેલ થવાનું વૈશાલીનું સપનું હતું જે તેની મહેનતથી પૂરું થયું.

વૈશાવીએ રેમ્પ પર 25 ગાર્મેન્ટ્સ રજૂ કર્યા. તેણે જણાવ્યું કે, કારીગરો દ્વારા કરવામાં આવેલા થ્રેડ વર્કથી ઘણા ઈન્ટરનેશનલ ડિઝાઈનર્સને પ્રેરણા મળી છે. વૈશાલી યુવા ડિઝાઈનર્સને કહેવા માગે છે કે સપના જોવો અને તેને પૂરા કરવા માટે સખત મહેનત કરો. સારો બિઝનેસ કરવા કરતાં તમારી ક્રિએટિવિટીને જાળવી રાખવી જરૂરી છે. તે સૌથી પહેલા પોતાની ડિઝાઈન પર ફોકસ કરે છે અને તેનાથી જ તેને ફાયદો થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular