ફાસ્ટ ફુડથી બ્લડપ્રેશર વધે છે

0
16

આધુનિક સમયમાં ફાસ્ટ ફુડની બોલબાલા સૌથી વધારે જોવા મળે છે. તમામ લોકો અને ખાસ કરીને યુવા પેઢી તો ફાસ્ટ ફુડને લઇને ખુબ ક્રેઝી રહે છે. હવે આને લઇને એક ચોંકાવનારી વિગત સપાટી પર આવી ગઇ છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાસ્ટ ફુડ ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશરની બાબતને ઝડપથી વધારે છે. કિડની ખરાબ થવા માટેના મુખ્ય કારણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જ છે. ફાસ્ટ ફુડના કારણે તેમાં ઝડપથી વધારો થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અમારા જેનેટિક કોડ બીજા દેશોની તુલનામાં વધારે ખતરનાક છે. જ્યારે જેનેટિક કોડ અને ફાસ્ટ ફુડ વચ્ચે તાલમેળ થાય છે ત્યારે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનો ખતરો વધી જાય છે.

નિષ્ણાંત તબીબોનુ કહેવુ છેકે કિડનીના કેન્સર માટે કારણ સ્પષ્ટ નથી. જેનુ કારણ જેનેટિક ફેરફારો, ખાવા પીવાની ટેવ અને શરીરમાં કોઇ પણ પ્રકારના મ્યુટેશન હોઇ શકે છે. શરૂઆતમાં આની જાણકારી મળતી નથી. કેન્સર જ્યારે હાડકામાં પહોંચી જાય છે ત્યારે ભીષણ દુખાવો થવાની સ્થિતીમાં આની માહિતી મળે છે. નિષ્ણાંત તબીબોનુ કહેવુ છે કે પુરૂષોમાં કિડનીના કેન્સર માટે મુખ્ય કારણ સ્મોકિંગ છે. તબીબોનુ કહેવુ છે કે અમારા ભોજનમાં એટળી હદ સુધી ભેળસેળ છે કે આના કારણે અમારી રોગપ્રતિકારક ક્ષમતા હવે ઘટી રહી છે. આના કારણે કેન્સરના સેલ ઝડપથી વધી જાય છે. પ્રોસેસ્ડ ફુડ શક્ય તેટલા પ્રમાણમાં ઓછા લેવાની સલાહ પણ તબીબો આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here