રૂના સાહાએ ‘કૌન બનેગા કરોડપતિ 12’માં ઈતિહાસ રચ્યો, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ રમ્યા વગર હોટસીટ પર પહોંચનારી પ્રથમ કન્ટેસ્ટન્ટ બની

0
0

ટીવી પર આવતા પોપ્યુલર ગેમ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ દ્વારા અનેક લોકોએ તેમના સપનાં પૂરા કર્યા છે. આ 12મી સીઝનમાં પણ ઘણા પ્લેયરે અમિતાભ બચ્ચનના પ્રશ્નોનો જવાબ આપીને મોટી રકમ જીતી છે. બિગ બીને સામે હોટસીટ પર પહોંચવા માટે દરેક વ્યક્તિને એક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાંથી પસાર થવાનું હોય છે સૌથી પહેલા જવાબ આપતી વ્યક્તિ હોટસીટ પર જગ્યા બનાવે છે, પરંતુ હાલમાં જ શોની કન્ટેસ્ટન્ટ રૂના સાહા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર હોટ સીટ પર પહોંચીને KBC શો નો ઈતિહાસ બદલી દીધો.

આ વર્ષે કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને 10ની બદલે 8 કન્ટેસ્ટન્ટેસની જગ્યા બનાવી છે. દર અઠવાડિયે અહિ અમુક લોકોને બોલાવવામાં આવે છે તે દરમિયાન ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ રમાય છે. આ અઠવાડિયે 7 કન્ટેસ્ટન્ટ પહેલેથી જ હોટસીટ સુધી પહોંચી ગયા હતા. તેની પહેલાંના કન્ટેસ્ટન્ટની ગેમ પૂરી થઇ ત્યારે રૂના એકલી જ ફાસ્ટેસ્ટ ફિંગર પ્લેયર હતી આથી તેને ડાયરેક્ટ હોટસીટ પર બોલાવવામાં આવી. રૂના કૌન બનેગા કરોડપતિના ઈતિહાસની પ્રથમ કન્ટેસ્ટન્ટ છે જે ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ રમ્યા વગર હોટસીટ સુધી પહોંચી છે.

કોલકાતાની રહેવાસી 43 વર્ષીય રૂના એક નાની આન્ત્રપ્રિન્યોર છે. તેની 20 વર્ષની દીકરી છે જે MBBS કરી રહી છે. રૂનાને તેની જિંદગીમાં કઈક અલગ કરવું હતું. શોમાં રૂના 50 લાખના પ્રશ્ન સુધી પહોંચી હતી પણ તે 25 લાખ રૂપિયા જીતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here