સુરત : કુંભારીયા ગામમાં જમીન મામલે ટોળાનો યુવક પર જીવલેણ હુમલો, પોલીસે 24 કલાક બાદ ફરિયાદ લીધી

0
10

સુરતના કુંભારીયા ગામમાં જમીન મામલે એક યુવક પર ગામ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જોકે પોલીસે 24 કલાક સુધી રઝળાવ્યા બાદ ફરિયાદ લીધી હતી. પોલીસે હવે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ થઇ ગયા હતા
(મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ થઇ ગયા હતા)
ગામ લોકોએ ભેગા થઇને યુવક પર હુમલો કર્યો
સુરતના કુંભારીયા ગામમાં લોકો જમીનના મામલે છેલ્લા કેટલાક સમયથી હિતેશ વાઘેલાની ગાડી પણ ઘર પાસેથી કાઢવા દેતા નહોતા. 15 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ગામ લોકોએ હિતેશ વાઘેલા નામના યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ હિતેશ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે 24 કલાક જેટલો સમય વિત્યા બાદ ફરિયાદ લીધી હતી. યુવાન ઉપર હુમલાની ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ હતી.
લોકોએ મળીને યુવાનને ઢોર માર માર્યો
(લોકોએ મળીને યુવાનને ઢોર માર માર્યો)

છેવટે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી

હુમલાનો ભોગ બનનાર યુવક હિતેશ વાઘેલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here