હળવદ : મિયાણી ગામે ચાલતી રામપારાયણ કથામાં ભાવિકો ઉમટયા

0
62
હળવદ તાલુકાના મિયાણી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે ૯ દિવસીય રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે કથાના આઠમા દિવસે ભાવિકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા માટે ઉમટી પડયા હતા. તો સાથે જ આજે યોજાનાર ભવ્ય લોક ડાયરામાં નામાંકિત કલાકારો ભજનની રમઝટ બોલાવશે.
આજે રાત્રીના ભવ્ય સંતવાણી, ડાયરો યોજાશે. સોનલ ઠાકોર, પ્રકાશભાઈ ગોહિલ, રવિન્દ્ર સોલંકી સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આવતીકાલે કથાની પૂર્ણાહુતિ
હિન્દુ ધર્મમાં રામ કથાનું અનેરૂ મહત્વ છે. ત્યારે હળવદ તાલુકાના મિયાણી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે નવ દિવસીય રામ કથાનું આયોજન કરાયું હતુ. આ કથા તા.પ/૧ના રોજ પ્રારંભ થઈ હતી અને તા.૧૩/૧ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. ૯ દિવસીય ચાલનારી કથામાં રામ, સીતા, સબરીને લગતા પાત્રોનું પણ રસપાન કરાયું હતું. રામ કથાના વકતા શ્રી ભરતબાપુ રામાનંદી (ટીકરવાળા)એ ભાવિકોને પોતાની આગવી શૈલીમાં રામ કથાનું રસપાન કરાવ્યું હતું. આ રામ કથામાં વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો પણ જાડાયા હતા. ત્યારે આજે કથા અંતિમ પડાવ પર પહોંચી છે ત્યારે આજે આઠમા દિવસે ભવ્ય સંતવાણી, લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં લોક ગાયીકા સોનલબેન ઠાકોર, ભજનીક પ્રકાશભાઈ ગોહિલ અને લોક સાહિત્ય કલાકાર રવિન્દ્ર સોલંકી હાજર રહેશે. તો સાથે આવતીકાલે સમસ્ત ગ્રામજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે ત્યાર બાદ કથાની પૂર્ણાહુતિ થશે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here