પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. રખિયાલમાં વાહન પાર્કિેગ કરવા બાબતે સિક્યુરિટી ગાર્ડે વેપારી યુવક સાથે તકરાર કરી હતી, યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતા પિતા અને પુત્રએ ચેઇન તથા છરીથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાહન પાકિંગ કરવા સિક્યુરિટી ગાર્ડે રૃપિયા માંગતા યુવકે શેના રૃપિયા કહેતા છરીથી હુમલો કરતા માથા, કપાળ મોંઢે હોઠ ઉપર ગંભીર ઇજા ઃ રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રખિયાલમા રહેતા યુવકે રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ કેવલ કાંટા પાસે સોહમ કોમ્પલેક્ષમાં રહેતા અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પિતા- પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદી આ કોમ્પલેક્ષમાં કાર પાર્ક કરેલી હતી. જે કાર લેવા માટે ગયા હતા ત્યારે આરોપીએ અહિયાં કાર પાર્ક કરવી હોય તો રૃપિયા આપવા પડશે કહ્યું હતું. જેથી યુવકે શેના રૃપિયા કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અન પિતા પુત્રએ ચેઇન તથા છરીથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.