સુરત : બેંકમાંથી રૂપિયા ઉપાડનાર પિતા-પુત્રને વાતોમાં ભોળવી દઈ પિતાના હાથમાંથી 48 હજાર લઈ ગઠિયા ફરાર

0
0

અડાજણ પાટીયા ખાતે આવેલી ઈન્ડિયન બેંકમાં રૂપિયા ઉપાડવા ગયેલા પિતા પુત્રને વાતોમાં ઉલજાવીને બે ઠગોએ રૂપિયા 48 હજારની ઠગાઈ કરી છે. પુત્રએ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકમાંથી 1.12 લાખ ઉપાડીને તેઓ ગણી રહ્યાં હતા તે દરમિયાન ખરાબ નોટ હોય તો ખબર પડે માટે ઉંધી રીતે ગણો તેમ કહી સ્લી ભરવાના નામે પિતા પુત્રને વાતોમાં ચડાવીને પિતાના હાથમાંથી 48 હજાર રૂપિયા લઈને એક ઠગ નાસી ગયો હતો. આ ફરિયાદના આધારે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભેજાબાજોએ વાતચીતમાં બે ધ્યાન કર્યા

વાડી ફળિયાની સ્ટોર શેરીમાં રહેતા અને ઘરમાં જ જરીકામ કરતા ભરત ચમીનલાલ જરીવાલા તેમના પિતા ચીમનલાલ જરીવાલા સાથે અડાજણ મેઇન રોડ સ્થિત સંઘવી ટાવરમાં આવેલી ઇન્ડિયન બેંકમાં રોકડ ઉપાડવા ગયા હતા. ભરતે બેંકમાંથી રોકડા 1.12 લાખ ઉપાડી પોતે ગણતરી કર્યા બાદ પિતા ચીમનલાલને ગણતરી કરવા આપ્યા હતા. તે દરમ્યાન બે ભેજાબાજે પિતા-પુત્રને વાતચીતમાં બેધ્યાન કર્યા હતા.

એક ઠગ 48 હજાર આંચકી ગયો

એક ભોજાબાજે ચીમનલાલને તમે પૈસા બરાબર ગણતા નથી, નોટ ઉંધી કરીને ગણતરી કરો તો નોટ ખરાબ હોય તો ખબર પડી જશે એમ કહી બેધ્યાન કરી 2 હજારના દરની 56 નોટ પૈકી 24 નોટ 48 હજારની મત્તા આંચકીને ગઠિયો ભાગી ગયો હતો. ચીમનલાલે ચોર…ચોર….ની બુમરાણ મચાવી વૃધ્ધ પિતા અને પુત્ર ભરતે પીછો કર્યો હતો. પરંતુ રોકડ આંચકીને ભાગી જનાર ભેજાબાજ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટના અંગે ભરત જરીવાલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here