Tuesday, September 21, 2021
Homeફાધર્સ ડે : પિતા જો સંતાનને ગણિત, સંગીત અને સેન્સ ઑફ હ્યુમર...
Array

ફાધર્સ ડે : પિતા જો સંતાનને ગણિત, સંગીત અને સેન્સ ઑફ હ્યુમર આપી શકે તો તેનાથી મોટી કોઇ ભેટ નથી

હાલ આપણે આપણી આસપાસ સંખ્યાબંધ વસ્તુઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નિકનો ઉપયોગ થતો જોઇએ છીએ. ભવિષ્યમાં તેનો વ્યાપ હજુ વિસ્તરશે પણ આ AIના પિતામહ ગણાતા અમેરિકાની મેસાચ્યૂસેટ્સ ઇન્સ્ટિ. ઑફ ટેક્નોલોજીના પ્રો. માર્વિન મિન્સ્કીએ તેની પરિકલ્પના 1950-60ના દાયકામાં જ કરી લીધી હતી.

આજે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે પર અમે તેમના પુત્ર હેનરી પાસેથી જાણ્યું કે વિશ્વને તેનું ભવિષ્ય આપનારા જિનિયસ પુત્રને વારસામાં શું આપી ગયા છે? હેનરી અને તેમની ભારતીય મૂળની પત્ની મિલાન AI આધારિત સ્ટાર્ટ-અપ લીલા.એચઆઇ ચલાવે છે.

  • તમારા પિતા AIના પિતામહ ગણાય છે. તમને તેઓ જિનિયસ હોવાનો ક્યારે અહેસાસ થયો?

હું 8 વર્ષનો હતો ત્યારે એક દિવસ મારાથી 4 વર્ષ મોટી બહેન અને હું ચૂપચાપ દીવાસળીથી રોકેટ બનાવવા પ્રયાસ કરતા હતા. એવામાં મારા પિતા આવતા અમે ડરી ગયા પણ તેમણે નારાજ ન થતાં એમ કહ્યું કે તે માટે દીવાસળીથી વધુ શક્તિશાળી વસ્તુ જોઇએ. તેઓ બેઝમેન્ટમાંથી પેટ્રોલ જેવું કોઇ પ્રવાહી બોટલમાં ભરી લાવ્યા અને અમારી સામે રોકેટ બનાવીને ઊડાવ્યું. ત્યારે મને અહેસાસ થયો કે હું તેમની છત્રછાયામાં સુરક્ષિત છું. આ કારણથી જ હું તેમના કામ અને પ્રયોગો સાથે પણ જોડાયો. 12-13 વર્ષનો હતો ત્યારે પિતાજીએ ચાઈલ્ડ સાઈકોલોજીના સિદ્ધાંત, મશીનોને શીખવાડવાનો પ્રયાસ કરતા જોયા. તે સમયે રોબોટ જેવા યંત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ થતો હતો. બાળકોને પ્રયોગમાં સામેલ કરવાના હતા તેમાં હું સામેલ થયો. તેઓ મશીનોને માણસની જેમ વિચારતા અને અનુભવતા બનાવવા પ્રયાસશીલ હતા. તે સમયે આ અકલ્પનીય હતું અને ત્યારે મને તેઓ જીનિયસ હોવાનો અહેસાસ થયો.

  • તમને તેમના વિશે સૌથી સારી રીતે શું યાદ છે?

તેઓ મારા જન્મ પહેલાથી એમઆઇટીમાં મેથ્સ અને કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર બની ચૂક્યા હતા. લોકો ગણિતથી ગભરાતા જ્યારે તેમને ગણિતમાં મઝા આવતી. તેઓ પિયાનો પણ બહુ સરસ વગાડતા હતા.

તમારા જીવનમાં પિતાનું શું યોગદાન માનો છો?
તેમણે જ મને ગણિતમાં રસ જગાડ્યો, જે માટે હું હંમેશા તેમનો ઋણી રહીશ. આ રુચિના કારણે જ મને એમઆઇટીમાં જવાની તક મળી. તેઓ કહેતા કે ગણિત વિશ્વનો સૌથી સહેલો વિષય છે, બસ શિક્ષકો તેને અઘરો બનાવી દે છે. મને લાગે છે કે એક પિતા તેના સંતાનોને મેથ્સ, મ્યુઝિક અને મજાક કરવાની ક્ષમતા આપી શકે તો તેનાથી મોટી ભેટ બીજી એકેય નથી. આ ત્રણેય કાબેલિયત અને પ્રમાણિકતા માગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments