ફાતિમા સના શેખ કોરોના પોઝિટિવ

0
4

દેશમાં કોરોનાની બીજી લહરે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના દરદીઓ ઝડપથી વધી રહ્યા છે. બોલીવૂડ સેલિબ્રિટીઓ પણ કોરોનાના સપાટામાં આવી રહી છે. હવે આ યાદીમાં દંગલ ગર્લ ફાતિમા સના શેખનું નામ પણ આવી ગયું છે.

ફાતિમા સના શેખે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, હું કોરોના પોઝિટિવ આવી છું  અને હોમ આઇસોલેસનમાં છું. હું તમામ ગાઇડલાઇનનું પાલન કરી રહી છું. તમારી શુભેચ્છાઓ બદલ આભાર.તમે પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો.

થોડા દિવસો પહેલા જ ફાતિમા સના શેખના સહ-કલાકાર આમિર ખાન પણ કોરોનાગ્રસ્ત થયો છે. હાલમાં વિક્રાંત મેસી, પરેશ રાવલ, કાર્તિક ાર્યન, રોહિત સરાફ, સતીશ કોશિક કોરોનાના સપાટામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here