Friday, April 26, 2024
HomeFD પર વધશે વ્યાજ દર,પરંતુ લાલચમાં આવીને રોકાણમાં આ ભૂલ ન કરી...
Array

FD પર વધશે વ્યાજ દર,પરંતુ લાલચમાં આવીને રોકાણમાં આ ભૂલ ન કરી બેસતા

- Advertisement -

બેન્કે ઓક્ટોબર-ડિસેમ્બર 2018ના ત્રણ મહિનામાં 2017ના આ જ ત્રણ મહિનાના મુકાબલે 12.9 ટકા વધુ લોન અપાઇ જ્યારે આ દરમિયાન તેની પાસે જમા થતી રકમમાં 9.3 ટકાનો વધારો થયો છે. આ આકંડા ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે (Ind-Ra) આપ્યાં છે. તેને દેસી ક્રેડિટ રેટિંગ એજન્સી નું માનવું છે કે જો ભવિષ્યમાં પણ દેવાનો વૃદ્ધિ દર વધે તો બેન્ક લોકો પાસે પૈસા જમા કરાવવા માટે આકર્ષક ઉપાય જરૂર કરશે. પોતાની પાસે મોટી રકમ જમા કરાવા માટે ઉંચા વ્યાજ દર આપવા ઉપરાંત બેન્કો પાસે કોઇ ઉપાય નહી બચે.

વ્યાજ દર વધે તો શું કરશો

જો તમારી બેન્ક હજુ થોડા ઉંચા વ્યાજ દર આપી રહી હોય તો તેની લાલચમાં ન આવો કારણ કે આવનારા મહિનાઓમાં વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિકમાં નાણાકીય વર્ષ 2017-18ના આ જ ત્રિમાસિકના મુકાબલે પ્રાઇવેટ બેન્કોએ 22 ટકા વધુ લોન આપી. તેવામાં ક્રેડિટ રેટિંગ એજન્સી Ind-Raનું કહેવું છે કે બેન્કોમાં ડિપોઝીટ્સ મેળવવા માટેની હોડ શરૂ થશે અને વ્યાજ દરો વધશે.

ઉંચા વ્યાજ દરની લાલચ

રોકાણકારોને ફિક્સ ડિપોઝીટ કરતી વખતે ફક્ત ઉંચા વ્યાજ દરોની લાલચમાં ન આવવું જોઇએ કારણ કે બેન્ક ઉંચું વ્યાજ વધુ સમય માટે જમા પર જ આપે છે. સાથે જ ઉંચા વ્યાજદરો વાળા ડિપોઝીટ્સ માટે અનેક છુપી શરતો પણ હોય છે.

એફડી પર વ્યાજ દરો

બેન્ક જમા સમયગાળો વ્યાજદર
જન સ્મોલ ફાઇનાન્સ 3 વર્ષ 9.25%
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક 2 से 3 વર્ષ 9%
એયૂ સ્મોલ ફાઇનાન્સ 2 વર્ષ 8.25%
ઇંડસઇંડ ફાઇનાન્સ 1 વર્ષ 8%
કર્ણાટક બેન્ક 475 દિવસ 7.75%

 

ટેક્સનું રાખો ધ્યાન

એફડીમાં મોટી રકમ રોકવાથી બચવાનું એક મોટુ કારણ એ પણ છે કે તેના પર મળેલું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સેબલ છે. એટલે કે એફડી પર વ્યાજથી આવતી તમામ આવક પર ટેક્સ લાગે છે. જે કરદાતાઓની આવક 5 લાખથી વધુ હોય તેમણે ઉંચા વ્યાજદરોની લાલચમાં એફડી કરવાથી બચવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular