Friday, December 3, 2021
Homeરાજસ્થાન કોંગ્રેસ તૂટવાનો ડર : સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, CM અશોક...
Array

રાજસ્થાન કોંગ્રેસ તૂટવાનો ડર : સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, CM અશોક ગેહલોતે આજે રાત્રે મંત્રી અને ધારાસભ્યોની બેઠક બોલાવી

જયપુર. રાજસ્થાનમાં સરકાર પાડવાના ષડયંત્ર અને ધારાસભ્યોની સોદાબાજીની ઘટના ચર્ચામાં આવતા દિલ્હીમાં બેઠકનો દોર ચાલુ છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિત 12 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળી છે. નારાજ ધારાસભ્યો સોનિયા ગાંધી સમક્ષ તેમની વાત રજૂ કરી શકે છે. તેના માટે સમય માંગવામા આવ્યો છે. હવે એવા રિપોર્ટ્સ છે કે સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. તેમણે 15 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ભાજપનું કહેવું છે કે પહેલા તેઓ ગેહલોત સરકારને પાડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપે મુખ્યમંત્રી પદ આપવાનો ઇનકાર કર્યો છે. હવે આજે રાત્રે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

SOG નોટિસ મળવાના લીધે સચિન નારાજ

રિપોર્ટ અનુસાર SOGએ નોટિસ મોકલી તેના લીધે સચિન પાયલટ નારાજ છે. આ નોટિસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ મામલામાં ઇશ્યૂ કરવામા આવી છે. તેથી તેમની પૂછપરછ કરવામા આવશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રી અશોક ગેહલોત હસ્તક છે. તે રીતે SOG દ્વારા આ નોટિસ પાયલટની મુવમેન્ટ જાણવા મોકલવામા આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  જોકે SOGએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અન્ય મંત્રીઓને પણ નોટિસ મોકલી છે.

મુખ્યમંત્રીએ મોરચો સંભાળ્યો, ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે

મુખ્યમંત્રી અશોક ગેહલોત અત્યારે મોરચો સંભાળી રહ્યા છે. તેઓ ધારાસભ્યો સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. પ્રભારી સાલેહ મોહમ્મદ પણ એક્ટિવ મોડમાં છે. રિપોર્ટ અનુસાર દરેક ધારાસભ્યોને જયપુર બોલાવવામાં આવી શકે છે.

અપડેટ્સ

  • ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ઓમ માથુરે કહ્યું- કોંગ્રેસ વચ્ચે અવાનરવાર આ પ્રકારના સમાચાર આવતા રહે છે. અશોક ગેહલોત તેનો આરોપ ભાજપ પર નાખી રહ્યા છે. તેમને તેમનું ઘર જોવું જોઇએ. જ્યારે ગેહલોત સરકારનું ગઠન થયું હતું ત્યારથી આ સંકટ ચાલી રહ્યું છે. પાયલટ અને ગેહલોતની લડાઇ તેનું મુખ્ય કારણ છે. ગેહલોત ભાજપને દોષ આપી રહ્યા છે.
  • જયપુરમાં મુખ્યમંત્રી ગેહલોતના આવાસ પર મંત્રીઓ પહોંચી રહ્યા છે. ચિકિત્સા મંત્રી રઘુ શર્મા, ગોવિંદસિંહ ગોટાસરા, હરીશ ચૌધરી પહોંચ્યા છે. તેઓ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે.

કપિલ સિબ્બલનું ટ્વિટ- પાર્ટી માટે ચિંતિત છું.

આ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

સુરેશ ટાંક, મહેન્દ્રજીત સિંહ માલવીય, ઓમ પ્રકાશ હુડલા, રાજેન્દ્ર બિધુડી, પીઆર મીણા દિલ્હી પહોંચ્યા છે. તે સિવાય ધારાસભ્ય રોહિત બોહરા, ચેતન ડૂડી અને દાનિશ અબરાર પણ રાજધાનીમાં છે. ભાસ્કરે આ ત્રણેય સાથે વાત કરી તો જવાબ મળ્યો કે વ્યક્તિગત કામના લીધે દિલ્હી આવ્યા છે.

મુખ્યમંત્રીએ બેઠક કરી

મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે રાત્રે 8.30 વાગ્યે કેબિનેટ મંત્રીઓની બેઠક કરી હતી. તેમાં 12 મંત્રી અને 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા. લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં ગેહલોતે દરેક મંત્રીઓને નિર્દેશ આપ્યા કે તેઓ તેમના વિસ્તારના ધારાસભ્યો સાથે સંપર્કમાં રહે અને કોઇ જાણકારી મળે તો સૂચના આફે. દરેક મંત્રીઓને તેમના વિસ્તારની મુલાકાત લેવા માટે પણ કહ્યું છે.

ત્રણ અપક્ષ ધારાસભ્યો સાથે કોંગ્રેસે છેડો ફાડ્યો

ડુંગરપુર અને બાંસવાડાના ધારાસભ્યોને પૈસા આપવાના મામલે ACBએ શનિવારે ત્રણેય અપક્ષ ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં મુહવાથી ઓમપ્રકાશ હુડલા, અજમેર કિશનગઢના સુરેશ ટાંક અને પાલી મારવાડ જંક્શનના અપક્ષ ધારાસભ્ય ખુશવીરસિંહ સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે તેમની પાસે મોટી રોકડ હતી. ત્રણેય ધારાસભ્યોએ ધારાસભ્યોને પ્રલોભન આપ્યું હતું. ત્રણેય ધારાસભ્યો સાથે કોંગ્રેસે છેડો ફાડ્યો છે.

ગેહલોતે કહ્યું- કેન્દ્રના ઇશારે પૂનિયા, રાઠોડ અને કટારિયા સરકાર પાડવામાં વ્યસ્ત

મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશ અધ્યક્ષ ડો. સતીશ પૂનિયા અને વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડનું નામ લીને કહ્યું- આ લોકો કેન્દ્રના નેતાઓના ઇશારે રાજસ્થાનમાં સરકાર તોડવા માટે રમત રમી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર કોરોના સામે લડી રહી છે પરંતુ ભાજપ સરકાર પાડવામાં વ્યવસ્થ છે. તેમણે કહ્યું કે જેમ માર્કેટમાં બકરા વેચાય છે એવી જ રીતે ભાજપ ખરીદીને રાજકારણ રમવા માગે છે.

રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200

પાર્ટી ધારાસભ્યોની સંખ્યા
કોંગ્રેસ 107
ભાજપ 72
અપક્ષ 13
RLP 3
BTP 2
ડાબેરી 2
RLD  1
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments