Saturday, July 20, 2024
HomeગુજરાતGUJARAT: આણંદની જુની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થવાની ભીતિ

GUJARAT: આણંદની જુની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થવાની ભીતિ

- Advertisement -

આણંદની જુની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલું લીમડાનું તોતિંગ ઝાડ ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ વૃક્ષની જોખમી ડાળીઓ સત્વરે ઉતારી લેવા રજૂઆત કરાઈ હતી.આણંદના એક અરજદાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, આણંદની રેલવે ગોદી નજીક આવેલી જુની મામલતદાર કચેરીમાં હાલ આણંદ ગ્રામ્ય પોલીસ તથા સબજેલ આવેલી છે. તેના કમ્પાઉન્ડમાં આશરે ૧૦૦ વર્ષ જુનું લીમડાનું ઘટાદાર વૃક્ષ ઉભું છે.

જો કે, આ વૃક્ષ એક તરફ નમી ગયેલું હોવાથી વાવાઝોડા અને વરસાદના કારણે ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં છે. આ કમ્પાઉન્ડમાં સરકારી કચેરીઓ આવેલી હોવાથી રોજેરોજ અરજદારનો અવર-જવર વધુ રહે છે. ત્યારે ભારે વરસાદ તથા વાવાઝોડાના કારણે વૃક્ષ કે તેની ડાળી ધરાશાયી થશે તો જાનહાનિ થવાનું જોખમ છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ જોખમી વૃક્ષની ડાળીઓ દુર કરવામાં આવે તેવી માંગ લેખિત રજૂઆતમાં કરાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular