કોરોનાના ડરથી ભારતીયોએ કારનું માર્કેટ ઉચક્યું, છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં 18%નો ઉછાળો; 2-વ્હીલરના સેલ્સની ધીમી ગતિ

0
5

  • ટકાવારીની રીતે પાછલા અમુક મહિનાઓમાં 2-વ્હીલરની સામે કારનો સેલ્સ ગ્રોથમાં વધારો
  • કોરોનાના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાની ગાડીમાં વધુ ટ્રાવેલ કરી રહ્યા છે

ભારતમાં કાર અને 2-વ્હીલરનું વેચાણ અને માસિક ધોરણે સેલ્સ ગ્રોથ

મહિનો પેસેન્જર વ્હીકલ વેચાણ વૃદ્ધિ % 2-વ્હીલર વેચાણ વૃદ્ધિ %
મે 30,749 1,59,039
જૂન 1,26,471 311.3 7,90,118 396.8
જુલાઈ 1,57,373 24.43 8,74,638 10.69
ઓગસ્ટ 1,78,513 13.43 8,98,775 2.75
સપ્ટેમ્બર 1,95,665 9.6 10,16,977 13.15
ઓક્ટોબર 2,49,860 27.69 1041682 2.42
નવેમ્બર 2,91,001 16.46 1413378 35.68

સોર્સ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)

લોકો બજેટની બહાર જઈને પણ કાર ખરીદે છે
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના પ્રમુખ વિન્કેશ ગુલાટીએ જણાવ્યું કે, કોરોનાને કારણે લોકોની વિચારશરણી બદલાઈ છે. જે વ્યક્તિ પહેલા પોતાના માટે 2-વહીલર લેવાનું વિચારતા હતા તે હવે પરિવારની સલામતી ખાતર બજેટની બહાર જઈને પણ કાર ખરીદી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતા પરિવારની સલામતીને વધારે મહત્વ આપી રહ્યા છે અને આજ કારણોથી પેસેન્જર વેહિકલ સેગ્મેન્ટમાં અપેક્ષા કરતા ઝડપી રિકવરી આવી છે. સ્કૂટર સેગમેન્ટમાં રિવાઇવલ આવતા હજુ થોડો સમય લાગશે.

અમદાવાદના એક કાર ડીલરશીપમાં ઈન્કવાયરી કરતો પરિવાર.
અમદાવાદના એક કાર ડીલરશીપમાં ઈન્કવાયરી કરતો પરિવાર.

લોકો પોતાની કારમાં સલામતી માને છે
પેસેન્જર વ્હીકલમાં ગ્રોથરેટ વધુ હોવા અંગે સમજાવતા એમરાલ્ડ હોન્ડાના CEO રજનીશ અરોરાએ જણાવ્યું કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે કે સ્કુટરના વેચાણની સરખામણીએ કારમાં સેલ્સ ગ્રોથ વધુ હોય. કોરોનાને કારણે લોકો પોતાની અને પરિવારની સેફટી અંગે વધુ વિચારતા થયા છે. જે લોકો પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટ કે કંપનીના વાહનમાં ઓફિસ જતા હતા અથવા ટ્રાવેલ કરતાં હતા તેમાંના ઘણા લોકો હવે સલામતીને ધ્યાનમાં રાખીને કાર ખરીદી રહ્યા છે. આજ કારણોથી ગુજરાત સહીત દેશભરમાં ગાડીઓનો સેલ્સ ગ્રોથ વધુ છે.

મધ્યમ વર્ગ, સ્ટુડન્ટની ડિમાંડ ઓછી થઇ ગઈ છે
વિન્કેશ ગુલાટીએ જણાવ્યું કે, કોરોનાની સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થઇ છે. જોબ લોસ તેમજ આવકમાં ઘટાડો થવાના કારણે આ વર્ગ તરફથી 2-વ્હીલરની માગ આવતી હોય છે તે નથી આવી. આ સાથે જ બીજી તરફ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓની ખરીદી પણ બંધ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ બધાના કારણે સ્કુટર સેગમેન્ટમાં વેચાણને અસર થઇ છે.

ફેસ્ટીવલ પિરિયડમાં સ્કુટરમાં ગ્રોથ વધુ
આંકડા જોતા જણાય છે કે, ચાલુ વર્ષ દરમિયાન તહેવારોના સમય દરમિયાન જ 2-વ્હીલરના વેચાણમાં ગ્રોથ થયો છે જયારે બાકીના મહિનાઓમાં તેમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી. બીજી તરફ કારના વેચાણમાં સેલ્સ ગ્રોથ જળવાઈ રહ્યો છે. ઓટોમોબાઇલ ડિલર્સના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિએ આ ટ્રેન્ડ હજુ 4-5 મહિના જળવાઈ રહેશે. પેસેન્જર વ્હીકલ્સમાં જે ગ્રોથ આવ્યો છે તે મુખ્યત્વે એન્ટ્રી લેવલ કાર અથવા તો કોમ્પેક્ટ કારના વધુ વેચાણને કારણે આવ્યો છે.

2-વ્હીલર સેગમેન્ટમાં આવતા દિવસોમાં સુધારાની આશા
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું કે, 2-વ્હીલરમાં રીટેલ સેલિંગ હજુ પણ નબળું છે તેની સામે ઉત્પાદકો તરફથી સપ્લાય નિયમિત થઇ રહી છે. અમને આશા છે કે આ સમય પણ પસાર થઇ જશે. ઓવરઓલ વાત કરીએ તો આ વર્ષે એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગત વર્ષની સરખામણીએ પેસેન્જર વ્હીકલનું વેચાણ 20.57% ઘટ્યું છે જયારે 2-વ્હીલરમાં 25.08% ઘટાડો થયો છે.

સેગ્મેન્ટ એપ્રિલ-નવેમ્બર 2019 એપ્રિલ-નવેમ્બર 2020 તફાવત(%)
પેસેન્જર વ્હીકલ 18.58 લાખ 14.76 લાખ -20.57%
2-વ્હીલર 1.86 કરોડ 96.37 લાખ -25.08%

સોર્સ: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)

ગુજરાતમાં પણ પેસેન્જર કારમાં સેલ્સ ગ્રોથ વધારે
દેશમાં અનલોક થયા પછીની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ 2-વ્હીલરની સરખામણીએ પેસેન્જર વ્હીકલના વેચાણમાં ગ્રોથ વધારે થયો છે. ફાડાના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગાડીઓના વેચાણમાં સરેરાશ 15%નો ગ્રોથ થયો છે. તેની સામે 2-વ્હીલરમાં 11% જેવો ગ્રોથ રહ્યો છે.

ગુજરાતમાં કાર અને 2-વ્હીલરનું વેચાણ અને સેલ્સ ગ્રોથ

મહિનો કાર તફાવત(%) સ્કુટર તફાવત(%)
મે 790 2793
જૂન 12432 1473.67 41209 1375.43
જુલાઈ 14331 15.27 45731 10.97
ઓગસ્ટ 16821 17.34 46486 1.65
સપ્ટેમ્બર 14842 11.76 36403 21.69

સોર્સ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here