Tuesday, September 21, 2021
Homeસુવિધા : વ્હોટ્સએપનાં માધ્યમથી નજદીકનાં વેક્સિનેશન સેન્ટર વિશે માહિતી મેળવી તમારો સ્લોટ...
Array

સુવિધા : વ્હોટ્સએપનાં માધ્યમથી નજદીકનાં વેક્સિનેશન સેન્ટર વિશે માહિતી મેળવી તમારો સ્લોટ બુક કરો

1મેથી દેશમાં 18+નું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. કોરાના સામેની જંગમાં યુવાનો ઉત્સાહ પૂર્વક વેક્સિનેશનમાં ભાગ લઈ રહ્યા છે. જો તમે પણ 18+ છો અને વેક્સિન લેવા માગો છો પરંતુ તમારા નજદીકના વેક્સિનેશન સેન્ટર અંગે માહિતગાર નથી. તો હવે ફીકર નોટ આ કામ હવે વ્હોટ્સએપ પર માત્ર એક મેસેજ દ્વારા જ કરી શકો છો. વ્હોટ્સએપે કેન્દ્ર સરકાર સાથે મળી લોન્ચ કરેલા કોવિડ ચેટ બોટ પરથી વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવી શકાશે. આ વિશે વ્હોટ્સએપના હેડ વિલે ટ્વીટ કરી માહિતી આપી છે.

આ પહેલાં પણ આ ચેટબોટ સર્વિસ શરૂ જ હતી, હવે તેમાં વેક્સિનેશન સેન્ટરની માહિતી અપડેટ કરવામાં આવી છે. આ ચેટબોટ MyGov કોરોના હેલ્પડેસ્કનું ચેટબોટ છે.

વ્હોટ્સએપ દ્વારા નજદીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ તમારા ફોનમાં +919013151515 આ નંબર સેવ કરો.
  • હવે વ્હોટ્સએપ ચેટમાં જઈને Namaste,hello અથવા hi ટાઈપ કરો. ત્યારબાદ ચેટબોટ રિસ્પોન્ડ કરશે.
  • ચેટબોટ તમારો 6 ડિજિટનો પિનકોડ માગશે. તે ટાઈપ કરી એન્ટર આપો.
  • એન્ટર આપ્યા બાદ તમને તમારી નજદીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી મળી જશે.
  • તેમાં સરકારી અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરની માહિતી મળશે.
  • સાથે જ કઈ એજ ગ્રુપ માટે કેટલા સ્લોટ ખાલી છે તે પણ જાણી શકાશે.
  • ચેટબોટ અપોઈન્ટમેન્ટ બુક કરાવવા માટે તમને રજિસ્ટ્રેશનની લિંક પણ સેન્ડ કરશે.

જો તમે ચેટબોટ દ્વારા માહિતી મેળવવા માટે વ્હોટ્સએપમાં નંબર સેવ કરવા માગતા નથી તો wa.me/919013151515 આ વેબસાઈટ થ્રુ ડાયરેક્ટ ચેટબોટ સાથે કનેક્ટ થઈ શકો છો. આ ચેટબોટમાં વેક્સિનેશન સેન્ટર સાથે, અપડેટ્સ, ઈમ્યુનિટી વધારવા માટે પ્રોફેશનલ એડવાઈઝ, કોરોના વાઈરસનું જોખમ ઓછું કરવાના ઉપાયો સહિતની માહિતી મેળવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments