ફીચર : વ્હોટ્સએપ યુઝર્સ હવે ટૂંક સમયમાં ચેટ બોક્સનો કલર બદલી શકશે

0
4

હવે વ્હોટ્સએપ યુઝર્સ એપની અંદર કલર બદલી શકશે. કંપની ટૂંક સમયમાં નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. વ્હોટ્સએપના સમાચારો ટ્રેક કરતી વેબસાઈટ wainfobetaએ ટ્વીટ કરી આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે.

આ ફીચરની મદદથી યુઝર્સ ચેટ બોક્સમાં કલર બદલી શકશે. હાલ તેનો કલર ગ્રીન છે. જોકે આ ફીચર વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

વોઈસ મેસેજ પ્લેબેક સ્પીડ કન્ટ્રોલ

  • આ સિવાય પણ વ્હોટ્સએપ અનેક અપકમિંગ ફીચર પર કામ કરી રહી છે. તેમાં ઓડિયો મેસેજની પ્લેબેક સ્પીડ ચેન્જ કરવાનું ફીચર સામેલ છે. આ ફીચરનું ટેસ્ટિંગ હાલ કેટલાક iOS યુઝર્સ પર ચાલી રહ્યું છે.
  • આ ફીચર 2.21.60.11 વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં વોઈસ નોટ્સમાં 3 સ્પીડ લેવલ્સના ઓપ્શન મળશે. તેમાં 1.0x, 1.5x and 2.0xનાં ઓપ્શન હશે.

મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ
રિપોર્ટ પ્રમાણે, આ ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે. તેને ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવી શકે છે. વ્હોટ્સએપ મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચરનાં માધ્યમથી યુઝર્સ એક વ્હોટ્સએપ અકાઉન્ટને એક જ સમયે 4 ડિવાઈસમાં ચલાવી શકે છે. હાલ એક અકાઉન્ટનો ઉપયોગ માત્ર એક જ ડિવાઈસમાં થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here