ટેનિસ : ફેડરર ઘૂંટણની ઇજાના કારણે US અને ફ્રેન્ચ ઓપનમાં રમી શકશે નહિ : જોકોવિચ કોરોનાના કારણે US ઓપનમાંથી નામ પાછું લઈ શકે છે

0
5

સ્વિત્ઝરલૅન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરર (39) ને જમણા ઘૂંટણે ઇજા થઈ છે. તેના લીધે ફેડરર આ વર્ષે યુએસ અને ફ્રેન્ચ ઓપન સહિત કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહિ. જોકે, કોરોનાવાયરસના કારણે બંને ગ્રાન્ડ સ્લેમને બાદ કરતા લગભગ બધી ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી છે.

તે જ સમયે, સર્બિયાનો નોવાક જોકોવિચ કોરોના મહામારીને કારણે યુએસ ઓપનમાંથી નામ પાછું લેવાનું વિચારી રહ્યો છે. વર્લ્ડ નંબર -1 જોકોવિચે આ વર્ષની શરૂઆતમાં રેકોર્ડ 8 મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું.

કોરોનાને કારણે વિમ્બલ્ડન રદ્દ

આ વર્ષે ન્યૂયોર્કમાં યુએસ ઓપન 24 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી રમાશે. અહીં કોરોનાની સ્થિતિ બહુ ખરાબ છે. તેના એક અઠવાડિયા પછી 13 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ફ્રેન્ચ ઓપન રમાશે. પહેલા આ ટૂર્નામેન્ટ 24 મેના રોજ શરૂ થવાની હતી. કોરોનાને કારણે વિમ્બલ્ડન પહેલા જ રદ્દ કરાયું હતું.

2021ની શરૂઆતમાં વાપસી કરશે ફેડરર

ફેડરરે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ જમણા ઘૂંટણની સર્જરી કરાવી હતી. ત્યારે તેણે ટેનિસથી લગભગ 4 મહિના દૂર રહેવાનો પ્લાન બનાવ્યો હતો. ફેડરરે બુધવારે ટ્વીટ કર્યું કે, તે 2021ની શરૂઆત સુધી ટેનિસથી દૂર રહેશે. ફેડરરે 100 % તૈયાર રહેવા સમય માગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here