Wednesday, September 28, 2022
Homeસુરત : આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારે તાપી નદીમાં કુદી આપઘાત કર્યો.
Array

સુરત : આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારે તાપી નદીમાં કુદી આપઘાત કર્યો.

- Advertisement -

સુરત. વરાછા વિસ્તાર અને મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પરથી યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારે તાપી નદીમાં કુદકો મારતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે યુવકના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને સોંપતા તેમણે મૃત જાહેર કર્યો હતો. બાદમાં કાપોદ્રા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મૃતદેહ ખસેડ્યો હતો.

સ્થાનિકો દોડી આવ્યાં

સવજી કોરાટ બ્રીજ પરથી વરાછાના રત્નકલાકાર યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. વહેલી સવારે યુવકે છલાંગ લગાવતા આસપાસથી સ્થાનિકો દોડી આવ્યાં હતાં. સ્થાનિકો અને ફાયરબ્રિગેડની મદદથી આશરે 35 વર્ષની ઉંમરના યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવક રત્નકલાકાર હોય છેલ્લા ઘણા સમયથી કારખાના બંધ રહેતા આર્થિક સંકડામણનો અનુભવ કરતો હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular