દહેગામ : ડબલ ઋતુનો અહેસાસ, ઠંડી અને ગરમીમાં પીસાતી જનતા.

0
26

દહેગામ તાલુકામા ડબલ ઋતુનો અહેસાસ થવાથી શરદી, ઉધરસ અને ચક્કર તેમજ હાથ પગ તુટવાના અને રોગચાળા માં થયેલો વધારો રાત્રીના સમયે ઠંડીનો માહોલ દીવસે ગરમી અને સુસવાટા ભર્યા પવનથી લોકો પરેશાન.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા હાલમા શીયાળો ગણવો કે ઉનાળો ગણવો તે લોકોને સમજાતુ નથી કારણ કે એક બાજુ રાત્રીના સમયે જોરદાર ઠંડી લાગી રહી છે તો બીજી બાજુ ગરમી અને સુસવાટા ભર્યા પવન ફુંકાતા તાલુકાની જનતાને ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ ડબલ ઋતુનો સમન્યવય થતા રોગચાળાએ પણ માથુ ઉચક્યુ હોય તેમ હાથ પગ તુટવા, ચક્કર આવવા, શરદી, ખાંસી, તાવ જેવા દર્દોનુ પ્રમાણ પણ વધી જવા પામ્યુ છે કારણ કે આવી ડબલ ઋતુનો અહેસાસ થતા લોકો રાત્રીના સમયે ઘરમાંથી બહાર પણ નીકળી શકતા નથી તો બીજી બાજુ ગરમી લાગતા અને જોરદાર પવન ફુંકાતા લોકોમા ડબલ ઋતુમા પીસાઈ રહ્યા છે અને હાલમા લગ્નની મોસમ પુર બહાર ખીલી રહી છે ત્યારે લગ્ન માહોલમા લોકો ઠંડીમા ઢુંઢવાતા જોવા મળી રહ્યા છે.

હાલમા મોઘવારીનુ પણ પ્રમાણ વધી જતા તેની સીધી અસર ખેડુતો ઉપર પડી રહી છે કારણ કે હાલમા ખેડુતો પાસે કોઈ આવકનુ સાધન નથી તેથી ગામડાઓમા લોકો હાથ ઉછીના પૈસા લાવીને પોતાનુ ઘર ચલાવતા હોય તેવુ દેખાય રહ્યુ છે તેની અસર દહેગામ તાલુકામા વેપારીઓ ઉપર પડે છે અને દુકાનો ઉપર મંદીનો માહોલ છવાઈ જતા વેપારીઓ ગ્રાહકોની કાગદોરે રાહ જોઈને બેસી રહ્યા છે પરંતુ કુવામા હોય તો હવારામા આવે તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે.

  • રાત્રીના સમયે જોરદાર ઠંડી લાગે છે દીવસે ગરમી અને પવનના સુસવાટાથી બીમારીઓમા થઈ રહેલો વધારો
  • તો ત્રીજી બાજુ હાલમા લગ્નની સીઝન પુર બહાર ખીલી રહી છે તેથી રાત્રીના સમયે લોકો ઠંડીમા પીસાતા જોવા મળી રહ્યા છે
  • દહેગામ તાલુકાના ગામડાઓમા હાલમા ખેડુતો પાસે ખેતીના પાકમા આવક નહી હોવાથી તેની સીધી અસર દહેગામ શહેરના વેપારીઓ ઉપર પડી રહી છે અને વેપારીઓ ગ્રાહકોની કાગદોરે રાહ જોઈ રહ્યા છે
  • પરંતુ કુવામા હોય તો હવાડામા આવે પરંતુ કુવામા જ ન હોય તો હવાડામા ક્યાથી આવે તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર