Tuesday, March 25, 2025
HomeNATIONALNATIONAL: મુંબઈ એરપોર્ટ પર રૂ.18 કરોડના સોનાની દાણચોરીમાં ઝડપાયા મહિલા રાજદૂત, આખરે...

NATIONAL: મુંબઈ એરપોર્ટ પર રૂ.18 કરોડના સોનાની દાણચોરીમાં ઝડપાયા મહિલા રાજદૂત, આખરે આપ્યું રાજીનામુ……..

- Advertisement -

ઝાકિયા વર્દાકે કહ્યું, ‘હું અનેક અંગત હુમલાઓ અને માનહાનિના કારણે રાજીનામું આપી રહી છું. વર્તમાન પરિસ્થિતિએ, મારી ભૂમિકાને અસરકારક રીતે નિભાવવાની મારી ક્ષમતા પર ગંભીર અસર કરી છે.

ભારતમાં સૌથી વરિષ્ઠ અફઘાન રાજદ્વારીએ ગઈકાલ શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વાસ્તવમાં તેને ગયા મહિને મુંબઈ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવી હતી. ઝાકિયા વર્દાક પર દુબઈથી અંદાજે $2.2 મિલિયનની કિંમતનું 25 કિલોગ્રામ સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.આવા સમાચારો વચ્ચે આખરે તેમણે ગઈકાલ શનિવારે પોતાનું પદ છોડી દીધું હતું. વર્દાકને ત્રણ વર્ષ પહેલા મુંબઈમાં કોન્સલ જનરલ તરીકે ભારત મોકલવામાં આવી હતી. તે ગયા વર્ષના અંતથી નવી દિલ્હીમાં કાર્યકારી રાજદૂત તરીકે કામ કરી રહી હતી.

ઝાકિયા વર્દાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું, વર્તમાન પરિસ્થિતિએ મારી ભૂમિકાને અસરકારક રીતે નિભાવવાની મારી ક્ષમતા પર ગંભીર અસર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું કે મેં આ નિર્ણય ખૂબ જ અફસોસ સાથે લીધો છે. ગયા વર્ષથી હું અંગત હુમલા અને બદનક્ષીનો સામનો કરી રહ્યી છું. આવું માત્ર મારી સાથે જ નહીં, મારા પરિવારના નજીકના લોકો સાથે પણ થયું છે.

અહેવાલો અનુસાર, ઝાકિયા વર્દાકની ધરપકડ કરવામાં આવી નથી, કારણ કે તેને રાજદ્વારી પ્રતિરક્ષા છે. સામાન્ય રીતે, જો દાણચોરીના સોનાની કિંમત રૂ. 1 કરોડથી વધુ હોય, તો શંકાસ્પદની ધરપકડ કરવામાં આવે છે અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે. વર્દાક પાસે ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન દ્વારા ઈસ્યું કરાયેલ રાજદ્વારી પાસપોર્ટ છે. જ્યારે તેઓ એરપોર્ટની બહાર જવાની હતી ત્યારે DRI અધિકારીઓએ તેમને રોકવામાં આવ્યા હતા. સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે ઝાકિયા વર્દાક આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ નિયમિતપણે કરતી હતી. ઉપરાંત, ડીઆરઆઈ અધિકારીઓને ઝાકિયા વર્દાક વિશે વિશ્વસનીય સૂત્રો માહિતી મળી હતી, જેના પછી તપાસ શરૂ કરવામાં આવી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular