સુરત : મહિલા DCP વિધિ ચૌધરીને થયો કોરોના, સારવાર હેઠળ

0
5
  • સુરત શહેરના ઝોન 3 ડીસીપી વિધિ ચૌધરીને થયો કોરોના
  • સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • DCPના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરાયા
  • ASP સુશીલ અગ્રવાલનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

સુરતમાં DCP વિધિ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. DCPના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. હાલ DCP વિધિ ચૌધરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તો બીજી તરફ ગુજરાત પોલીસ દળમાં વધુ એક IPS અધિકારી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિના અગાઉ તાલીમી ASP સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની પોસ્ટિંગ અમરેલી જિલ્લામાં હતી. પરંતુ બંદોબસ્ત માટે તેમને સુરત શહેરમાં મોકલવામાં આવતા ત્યાં તેઓ સંક્રમિત થયા હતા.

સુરતમાં હાલ ગુજરાતમાં અમદાવાદ બાદ બીજુ સૌથી વધુ સંક્રમિત શહેર છે. સુરતમાં ગઇકાલ સાંજ સુધીમાં 4242 કેસ નોંધાયા છે. તો આ મહામારીને કારણે 153 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ અત્યાર સુધી 2801 લોકો સાજા થયા છે. મહત્વનું છે કે, સુરતમાં છેલ્લા એક સપ્તાહથી પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો વધારો થયો છે. અહીં દરરોજ 150થી 200 નવા કેસ સામે આવી રહ્યાં છે.