Saturday, December 3, 2022
Homeદેશમહિલા પાયલટે ઉડાવ્યા એસયૂ-30 ફાઈટર જેટ્સ

મહિલા પાયલટે ઉડાવ્યા એસયૂ-30 ફાઈટર જેટ્સ

- Advertisement -

દેશની રક્ષામાં હવે વાયુસેનાની મહિલા પાયલટ પણ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે. આજે ફ્લાઈટ લેફ્ટનન્ટ તેજસ્વી અને શ્રેય વાજપેયી સહીત તમામ પાયલટે અસમના તેજપુરમાં ચીન નજીક અગ્રિમ ચોકીઓ પર એસયૂ – 30 ફાઈટર વિમાન ઉડાવીને પોતાના સક્ષમ હોવાની હુંકાર ભરી.

તેજસ્વીએ અસમના તેજપુર સ્થિત પોરવી સેક્ટરનાં ફોરવર્ડ એર બેસથી ઉડાન ભર્યા બાદ આ વાત કહી. તેજસ્વી દેશની એકમાત્ર મહિલા પાયલટ છે, જે એસયૂ – 30 વિમાનોની હથિયાર પ્રણાલીનું સંચાલન કરવામાં સક્ષમ છે. આ અવસર પર તેમણે કહ્યું કે આ પહેલા પણ સક્ષમ મહિલાઓ રહી છે, જેમણે અમારા સપનાઓ પૂરા કરવાનો રસ્તો સાફ કર્યો છે. દેશના પૂર્વી ક્ષેત્રમાં અમારા સક્ષમ પાયલટ કોઈપણ હરકતનો જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે વાયુસેનામાં મહિલાઓ તથા પુરુષોને  સમાન રૂપથી પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેઓ પ્રયાસ અને તૈયારીઓમાંથી પસાર થાય છે. અમે હંમેશા કોઈપણ પ્રકારના કાર્યો અને પડકારોથી નીપટવા માટે તૈયાર રહીએ છીએ.

ફ્લાઈટ લેફ્ટનન્ટ શ્રેય વાજપેયીએ કહ્યું કે વાયુસેના અસમ સહિત દેશના વિભિન્ન ક્ષેત્રોમાં આવા અભ્યાસ માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. અસમ તથા ઉત્તર પૂર્વનાં અન્ય દુર્ગમ ક્ષેત્રોમાં ઉડાન ભરવામાં અલગ અલગ પડકારોનો સામનો કરવો પડે છે. ઉત્તર પૂર્વના હિસ્સામાં હવામાનને લઈને પણ ઘણા પડકારો રહે છે.  વાયુસેનાનાં એએલએચ માર્ક – 3 હેલીકોપ્ટરોની ફ્લાઈટ લેફ્ટનન્ટ એની અવસ્થી અને એ નૈને પણ અસમ અને અરુણાચલપ્રદેશનાં વિભિન્ન સેક્ટરોમાં મોટા પાયે ઉડાન ભરી. તેમણે આ ક્ષેત્રમાં તૈનાત સેનાનાં મેન્ટેનન્સ અને મદદના કામોમાં પણ હિસ્સો લીધો. તેજપુરમાં SU-30 એટલે કે સુખોઈ ફાઈટર જેટ તૈનાત કરવામાં આવ્યા છે. ચીન સાથે વધી રહેલા સરહદ વિવાદ વચ્ચે આ વિમાનોને નવા હથિયારો અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ કરીને વધુ ઘાતક બનાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular