Tuesday, April 16, 2024
Homeરાજકોટ : ફેરિયાએ પોલીસ પર તરબૂચ, વજનિયાં અને છરીથી હુમલો કર્યો :...
Array

રાજકોટ : ફેરિયાએ પોલીસ પર તરબૂચ, વજનિયાં અને છરીથી હુમલો કર્યો : ઇન્સ્પેક્ટરનો હાથ ભાંગ્યો.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મીમેન રાજદીપસિંહ રાણા સહિતનો સ્ટાફ બુધવારે સાંજે નાનામવા સર્કલથી શાસ્ત્રીનગર રોડ પર લારીવાળાઓએ કરેલું દબાણ હટાવવા ગયા હતા. ત્યારે રિયાઝ નામના લારીધારક ફેરિયાએ રાજદીપસિંહ પર છરી હુમલો કર્યો હતો અને તેનો હાથ ભાંગી નાખ્યો હતો. માથાભારે આ શખસની દાદાગીરીથી પોલીસ પણ લાચાર બની મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી. નવાઝે પોલીસ પર તરબૂચ, વજનિયાં અને છરીથી હુમલો કર્યો એનો લાઈવ વિડિયો સામે આવ્યો છે. માથાભારે રિયાઝે અડધો કલાક સુધી આતંક મચાવ્યો હતો છતાં અન્ય સ્ટાફે કાર્યવાહીને બદલે તમાશો નિહાળ્યો હતો. અંતે, પોલીસે છરી સાથે એ શખસને ઝડપી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

લારીધારક રિયાઝે પોલીસ પર તરબૂચ વડે હુમલો કર્યો.
લારીધારક રિયાઝે પોલીસ પર તરબૂચ વડે હુમલો કર્યો.
રિયાઝે મનપાની ટીમને ગાળો ભાંડી ઈન્સ્પેક્ટર પર છરીથી હુમલો કરી દીધો હતો
પોલીસે ફ્રૂટ્સની લારી લઇને ઊભા રિયાઝ અનવર માડચિયા નામના શખસને લારી ખાલી કરવાનું કહેતાં તે ઉશ્કેરાયો હતો અને મનપાની ટીમને ગાળો ભાંડી પોતાની પાસે રહેલી છરીથી ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ રાણા તરફ ધસી ગયો હતો અને રાણાને હાથમાં ઝનૂનપૂર્વક છરીનો ઘા ઝીંકી દીધો હતો. છરીથી હુમલો થતાં ઇન્સ્પેક્ટર રાણા લોહીલુહાણ થઇ ગયા હતા અને ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઇ ગયાં હતાં. મનપા ટીમના અન્ય સભ્યો હાજર હતા અને અંદાજે 100થી વધુ લોકો એકઠા થઈ ગયા હતા છતાં રિયાઝ માડચિયા કોઇને મચક આપતો નહોતો અને તેણે અડધો કલાક સુધી આતંક મચાવ્યો હતો રાહદારીઓને પણ તે બેફામ ભાંડવા લાગ્યો હતો.

 

તાલુકા પોલીસનો કાફલો આવતાં જ રિયાઝ ભાગીને પાર્ટી-પ્લોટની ઓરડીમાં છુપાઈ ગયો

આ અંગે જાણ કરાતાં તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસને જોતાં જ રિયાઝ ભાગ્યો હતો, પોલીસે તેનો પીછો કરતાં રિયાઝ નજીકમાં આવેલા પાર્ટી-પ્લોટમાં છુપાઇ ગયો હતો, જોકે પોલીસે તેનો પીછો કરી ત્યાંથી દબોચી લીધો હતો. પાર્ટી-પ્લોટમાંથી રિયાઝને બહાર લવાતાં જ લોકોએ પોલીસ સકંજામાં રહેલા રિયાઝને ધોલધપાટ કરી રોષ ઠાલવ્યો હતો. હુમલામાં ઘવાયેલા ઇન્સ્પેક્ટર રાણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રિયાઝ પકડાય જતાં જ લોકો તેના પર તૂટી પડ્યા હતા.
રિયાઝ પકડાય જતાં જ લોકો તેના પર તૂટી પડ્યા હતા.

આરોપીનો આક્ષેપ, હપતો આપીએ છીએ છતાં હેરાન કરાય છે

મનપાની ટીમે લારી જપ્ત કરવાનો પ્રયાસ કરતાં જ લારી માલિક રિયાઝ ઉશ્કેરાયો હતો અને તેણે જાહેરમાં દબાણ હટાવ ટીમ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ લોકોને નિયમિત હપતો આપીએ છીએ છતાં ચોથી વખત લારી જપ્ત કરવા આવ્યા છે.

ધમકાવ્યા, ગાળો ભાંડી છતાં ત્રણ-ત્રણ અધિકારી ચૂપ રહ્યા, તમાશો જોતા રહ્યા, એની પાછળનું કારણ શું?

એક યુવાન જાહેર અધિકારીઓને ધમકાવે છે, ગાળો ભાંડે છે, રોડ પર રીતસર આતંક મચાવે છે છતાં આ અધિકારીઓ તેની સામે દંડો ઉગામવાને બદલે ચૂપચાપ બધું સાંભળ્યા કરે છે. એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. એની પાછળ એવું તો શું કારણ છે? કે પછી કાયરતા છે. લોકો પોતાની જાતને આમાં કેટલી સલામત માને?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular