Thursday, August 5, 2021
No menu items!
Homeખાતર કૌભાંડ:નવસારીના વાંસદામાં ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી બીજા રાજ્યમાં...
Array

ખાતર કૌભાંડ:નવસારીના વાંસદામાં ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી બીજા રાજ્યમાં વેચ્યું, એગ્રો સંચાલકની ધરપકડ

  • કૃષિ અધિકારીએ 73 ખેડૂતોનું ક્રોસવેરિફિકેશન કરતા ખાતર કૌભાંડ બહાર આવ્યું

ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળી રહે તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ ખાતરોમાં સબસીડી આપે છે. રાજ્ય સરકારના નિયમ મુજબ ખેડૂતોના થંબનેલ લઈને ખેડૂતોને સબસીડી વાળુ ખાતર આપવાનું હોય છે. જેમાં વાંસદા તાલુકાની એબીસી કંપની દ્વારા ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી કાયદા વિરુદ્ધ રાજ્ય બહાર વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે એબીસી એગ્રોના સંચાલક ચિરાગ પટેલની વાંસદા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂતોના નામે વધુ ખાતરનું બિલ બનાવ્યુંસબસીડાઈઝ ખાતર વેચવા માટે રાજ્ય સરકારની મંજુરી લીધા બાદ અને ખેડૂતોના થંબનેલ હોય છે અને રાજ્ય બહાર વેચવા માટે સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં ચિરાગ પટેલ અને તેમની કંપની દ્વારા સેલવાસ ખાતે વનવિભાગને 200 જેટલી ગોળીઓ ખાતર વેચવામાં આવ્યું છે. જે બાબતે ખેતીવાડી અધિકારી વાસદાને માલુમ પડતાં તપાસ કરી હતી. જેમાં ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતરનું બિલ બનાવી ખાતર અન્ય વિસ્તારમાં વેચાણ કર્યાનું ધ્યાને આવતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ખાતર ખેડૂતોના નામે લઈ સેલવાસ ખાતે વેચ્યું હતુંપોલીસે ચિરાગ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી તાલુકામાં પણ એક સપ્તાહ પહેલા આવા જ પ્રકારના બનાવમાં એક એગ્રો સંચાલકની ધરપકડ કરવામાં આવી છે અને વાંસદા તાલુકામાં આ બીજી ઘટના બની છે. કોરોના સમય દરમિયાન ખાતર વેચાતું ન હોય તેવા સમયે એગ્રોના સંચાલકે પોતાની મોડસ ઓપરેન્ડી દ્વારા ખાતર ખેડૂતોના નામે લઈ સેલવાસ ખાતે વેચ્યું હતું. જેમાં રાજ્ય સરકારના સબસીડી ખાતર વેચાણના નિયમોના ભંગ તેમજ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી નવસારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી જિલ્લાના 2 એગ્રો સંચાલકો દ્વારા ગુજરાતનું સબસીડીવાળુ ખાતર રાજ્ય બહાર વેચવાના બે ગુનાઓ નોંધાતા એગ્રો સંચાલકોમાં પણ હડકંપ મચ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments