તહેવાર : રાજસ્થાની પરિવારોએ પરંપરા જાળવવા માટે માત્ર તિલક હોળી કરી

0
6

હોળી એટલે રંગોનો પર્વ અને આ પર્વની તમામ લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે તેમાં પણ રાજસ્થાનમાં આ તહેવારનું વધુ મહત્વ હોય છે પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ હોળી પર પણ લાગ્યું છે જેને કારણે આ વર્ષે મૂળ રાજસ્થાની અને અમદાવાદમાં વસતા પરિવારોએ પરંપરા જાળવવા માટે તિલક હોળીની ઉજવણી કરી છે.

અમદાવાદમાં અનેક રાજસ્થાની પરિવાર વસે છે અને દર વર્ષે તેઓ હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે જાહેરમાં અને ધામધૂમથી હોળીની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને કારણે રાજસ્થાની પરિવારોએ એક બીજાના ઘરે જઈને તિલક લગાવીને હોળીની ઉજવણી કરી છે. આ અંગે મહેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે ધામધૂમથી ઢોલ અને ડીજેના તાલે હોળીની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે શાંતિપૂર્ણ રીતે અને સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને હોળી રમી છે. એમ એકબીજાના સબંધીઓને ઘરે જઈને માત્ર ગુલાલ વડે તિલક લગાવીને જ ઉજવણી કરી છે.

એકબીજાના સબંધીઓને ઘરે જઈને માત્ર ગુલાલ વડે તિલક લગાવીને જ ઉજવણી કરી
એકબીજાના સબંધીઓને ઘરે જઈને માત્ર ગુલાલ વડે તિલક લગાવીને જ ઉજવણી કરી

હોળી કરવા રાજસ્થાનીઓ વતન દોડ્યા હતા
રાજ્યમાં હાલમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેન ધ્યાનમાં લઈને સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓ તેમજ ધુળેટી રમવાના રસિયાઓ નિરાશ થયા છે. બીજી તરફ, અમદાવાદમાં રહેતા રાજસ્થાનના રહેવાસીઓ માટે આ તહેવાર ખૂબ જ મહત્ત્વનો છે. અમદાવાદમાં ધુળેટી પર પ્રતિબંધ હોવાથી એક અઠવાડિયા પહેલા રાજસ્થાનીઓ પોતાના વતન જવા માટે રવાના થયા હતા, જેને લઈને શાહીબાગ વિસ્તારમાં લોકોની મોટી ભીડ જામી હતી. કેટલાકે તો એડવાન્સમાં વધારે પૈસા આપીને બસ-ટિકિટો બુક કરાવી દીધી હતી, સાથે જ રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં 500થી વધુ સંખ્યામાં લોકો એકઠા થતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે શાંતિપૂર્ણ રીતે હોળી રમી
આ વર્ષે કોરોનાની મહામારીને કારણે શાંતિપૂર્ણ રીતે હોળી રમી

હોળી રમતા પકડાશે તો પાણી કનેક્શન કપાશે
કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

અમદાવાદમાં વસતા પરિવારોએ પરંપરા જાળવવા માટે ટિલક હોળીની ઉજવણી કરી
અમદાવાદમાં વસતા પરિવારોએ પરંપરા જાળવવા માટે ટિલક હોળીની ઉજવણી કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here