રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે આજથી ‘ફેસ્ટિવલ સ્પેશિયલ’ ટ્રેન શરૂ, અઠવાડિયામાં ત્રણવાર દોડશે

0
11

રાજ્યમાં ધંધા-રોજગાર, બાગ-બગીચા, સિનેમા-જિમ સહિતની મોટાભાગના સેક્ટરો અને સેવાઓ અનલોક થઇ છે. ત્યારે હવે રેલવે વ્યવહાર પણ અનલોક થઇ ગયો છે. એક પછી એક લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આજથી રાજકોટથી સિકંદરાબાદ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ છે. આ ટ્રેન આજથી 30 નવેમ્બર દરમિયાન દર સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારે 5.25 કલાકે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે સવારે 10.30 કલાકે સિકંદરાબાદ પહોંચશે. પરત આવવામાં ટ્રેન નં. 07018 સિકંદરાબાદ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદથી દર સોમ-મંગળ અને શનિવારે બપોરે 15.15 કલાકે ઊપડશે અને બીજે દિવસે સાંજે 7 વાગ્યે રાજકોટ પહોંચશે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ટ્રેન શરૂ કરવામાં આવી

રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેન પ્રત્યેક સોમવાર, બુધવાર અને ગુરુવારે રાજકોટ સ્ટેશનથી વહેલી સવારે 5.25 કલાકે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે સવારે 10.30 કલાકે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન એટલે કે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. જેથી યાત્રિકોને સરળ પરિવહન સેવાનો લાભ મળી રહે. એવી જ રીતે પરત આવવામાં ટ્રેન નં. 07018 સિકંદરાબાદ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદથી પ્રત્યેક સોમવાર, મંગળવાર અને શનિવારે બપોરે 15.15 કલાકે ઉપડશે અને રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન બીજે દિવસે સાંજે 19.00 કલાકે પહોંચશે. યાત્રા દરમિયાન આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ-વાપી, વસઈ રોડ, લોનાવાલા, પુણે સહિતના સ્ટેશનો પર રોકાશે. આ આખી ટ્રેન રિઝર્વ રહેશે જેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે.

સાવચેતીના પગલાં સાથે યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે

રાજકોટથી ગોરખપુર, જબલપુર, દિલ્હી, હાવડા, મુંબઈ અને પુરી સહિતના લાંબા અંતરે જવા સ્પેશિયલ ટ્રેન શરૂ કર્યા બાદ હવે રાજકોટથી સિકંદરાબાદ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન આજથી 30 નવેમ્બર દરમિયાન પ્રત્યેક સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારે 5.25 કલાકે પ્રસ્થાન કરશે. રેલવે વિભાગે ધીમે ધીમે લાંબા અંતરની ટ્રેન શરૂ કરતા યાત્રિકોને ઘણો ફાયદો થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર સહિતના સાવચેતીના પગલાં સાથે યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોમાં યાત્રિકોના ટ્રાફિકને પહોંચી એક પછી એક લાંબા અંતરની ટ્રેન શરૂ કરી રહ્યું છે. આગામી તારીખ 6 નવેમ્બરથી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સિનિયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે, ટ્રેન નં. 09578 જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન 6 નવેમ્બરથી પ્રત્યેક શુક્રવાર અને શનિવારે જામનગરથી રાત્રે 21.00 કલાકે રવાના થશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન એ જ દિવસે રાત્રે 22.31 કલાકે પહોંચશે અને તિરુનેલવેલી ત્રીજે દિવસે રાત્રે 22.10 કલાકે પહોંચશે. એવી જ રીતે પરત આવવામાં ટ્રેન નં. 09577 તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન 9 નવેમ્બરથી પ્રત્યેક સોમવારે અને મંગળવારે તિરુનેલવેલીથી સવારે 7.35 કલાકે રવાના થશે અને રાજકોટ સ્ટેશન પર ત્રીજે દિવસે વહેલી સવારે 3.36 કલાકે અને જામનગર સ્ટેશન પર સવારે 5.15 કલાકે પહોંચશે. આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, તિરુવનંતપુરમ સહિતના સ્ટેશનો પર રોકાશે. બુકિંગ 25 ઓક્ટોબરથી શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here