મારુતિ કારની ફેસ્ટિવ એડિશન : અલ્ટો, સેલેરિયો અને વેગનઆરમાં શાનદાર ફીચર્સ મળશે, કિંમતમાં 29,990 રૂપિયાનો તફાવત નોંધાયો.

0
8

મારુતિ સુઝુકીએ તેની ત્રણ હેચબેક અલ્ટો, સેલેરિયો અને વેગનઆરની ફેસ્ટિવ એડિશન રજૂ કરી છે. આ ત્રણેય એડિશન વધારે ફીચર્સ સાથે આવશે. કંપનીએ કારના ઈન્ટિરિયરમાં કેટલાક ફેરફાર કર્યા છે, પરંતુ તેમાં કોઈપણ મિકેનિકલ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ ફેરફાર બાદ આ કારની કિંમતમાં 25,490 રૂપિયાથી લઈને 29,990 રૂપિયા સુધીનો તફાવત નોંધાયો છે.

ફેસ્ટિવ એડિશનનાં સ્પેસિફિકેશન અને કિંમત

અલ્ટો ફેસ્ટિવ એડિશનઃ અલ્ટોના ફેસ્ટિવ એડિશનને એક્સેસરીઝથી ફૂલ પેક કરવામાં આવી છે. તેમાં પાયનિયર ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ, 6 ઈંચ કેનવુડ સ્પીકર્સ, સિક્યોરિટી સિસ્ટમ, ડ્યુઅલ ટોન સીટ કવર્સ, સ્ટીઅરિંગ વ્હીલ કવર અને ફ્લોર મેટ આપવામાં આવી છે. આ એડિશનની કિંમત 25,490 રૂપિયાથી વધારે છે.

સેલેરિયો ફેસ્ટિવ એડિશનઃ કંપની આ કારમાં નવા ડબલ-ડિન સોની ઓડિયો સિસ્ટમ આપી રહી છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવશે. તેની સાથે સીટ કવર્સ, પિયાનો બ્લેક બોડી સાઈડ મોલ્ડિંગ્સ, ડોર વાઈઝર અને ફ્લોર મેટ સામેલ છે. આ એડિશનની કિંમત 25,990 રૂપિયા વધારે છે.

વેગનઆર ફેસ્ટિવ એડિશનઃ આ એડિશનમાં કંપની ફ્રન્ટ અને રિઅર બંપર્સ પ્રોટેક્ટર્સ, ફ્રન્ટ ગ્રિલ ક્રોમ ગ્રાર્નિશ, સાઈડ સ્કિર્ટ્સ, બ્લેક બોડી સાઈડ મોલ્ડિંગ્સ, સીટ કવર્સ, ઈન્ટિરિયર સ્ટાઈલિંગ કિટ અને ફ્લોર મેટ સામેલ છે. આ એડિશનની કિંમત 29,990 રૂપિયાથી વધારે છે.

ત્રણેય કારનાં એન્જિન અને ગિયરબોક્સ

  • મારુતિ સુઝુકી અલ્ટોમાં 796cc, થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 48hp આઉટપુટ અને 69Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. ARAIના જણાવ્યા પ્રમાણે, તેનું માઈલેજ 22.05kmpl છે. અલ્ટોનું CNG વર્ઝન 40hp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે. તે પણ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવે છે. તેનું માઈલેજ 31.59km/kg છે.
  • સેલેરિયોમાં 1.0 લીટર, થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 68hp પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સની સાથે આવે છે. ARAIના અનુસાર, તેનું માઈલેજ 21.63kmpl છે. તેનું CNG વર્ઝન 59hp પાવર અને 78Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવે છે. તેનું માઈલેજ 30.47km/kg છે.
  • વેગનઆરમાં 1.0 લિટર, થ્રી- સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 68hp પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સની સાથે જોડવામાં આવ્યું છે. તેને 1.2 લિટર ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિનમાં પણ ખરીદી શકાય છે. જે 83hp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સની સાથે આવે છે. ARAIના અનુસાર, તેનું માઈલેજ 20.52kmpl છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here