Wednesday, October 20, 2021
Homeફેસ્ટીવ સીઝન સેલ ટાંકણે એમેઝોન-ફ્લિપકાર્ટને સરકારની કારણ દર્શક નોટીસ
Array

ફેસ્ટીવ સીઝન સેલ ટાંકણે એમેઝોન-ફ્લિપકાર્ટને સરકારની કારણ દર્શક નોટીસ

તહેવારોની સીઝનમાં આવનાર ફેસ્ટીવલ સેલ શરૂ થઈ ગયા છે. આ વચ્ચે ઈ કોમર્સ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે કેન્દ્ર સરકારે એમેઝોન ફ્લિપકાર્ટ સહિત અન્ય ઈ કોમર્સ કંપનીઓને કારણ દર્શક નોટીસ ફટકારી છે. સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓને પોતાની વેબસાઈટ પર પ્રોડક્ટમાં ઓરિજનલ ઓફ કંટ્રી એટલે કે તે પ્રોડક્ટ કઈ દેશમાં બની છે તેનું નામ નહિં દર્શાવવા બદલ નોટીસ જારી કરવામાં આવી છે.

આ નોટિસ ગ્રાહક મામલામાં ખાદ્ય તથા જન વિતરણ મંત્રાલય હેઠળ આવનારા ગ્રાહક મામલાના વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. કંપનીઓને 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને સમાન નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો એવું જણાવા મળ્યું કે કેટલીક ઈ કોમર્સ કંપનીઓ ડિજિટલ મંચ પરથી વેચાઈ રહેલી જરુરી જાણકારી નથી આપી રહ્યા. જ્યારે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કમોડિટીઝ) રુલ્સ 2011 હેઠળ જરુરી છે.

ફ્લિપકાર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને એમેજોન ડેવલપમેન્ટ સેન્ટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને મોકલવામાં આવેલી નોટીસ અનુસાર તે ઈ કોમર્સ યુનિટ છે અને આ માટે તેમને એ સુનિશ્ચિત કરવાનું છે કે ઈ વાણિજ્ય કરાર માટે ઉપયોગમાં લેવામાં આવનારા ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક્સ નેટવર્ક પર તમામ જરુરી જાણકારી આપવામાં આવશે. નોટિસના અનુંસાર બન્ને કંપનીઓએ જરુરી સૂચનો આપ્યા નહોંતા અને કાયદાનો ભંગ કરી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, જૂનમાં ભારત અને ચીન વચ્ચે થયેલ સૈન્ય ઝપાઝપી બાદ ચીની સામાનના બહિષ્કારનો અવાજ ઉઠ્યો હતો. આ દરમિયાન 26 જૂને ઈ-કોમર્સ કંપનીઓના ગ્રુપે કંટ્રી ઓફ ઓરિજીન એટલે કે ક્યાં દેશમાં વસ્તુનું નિર્માણ થયું એ દર્શાવવાનો નિર્ણય લેવાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments