અપકમિંગ : માર્કેટમાં Fiat 500 ઇલેક્ટ્રિક હેચબેક આવી રહી છે, બેટરી ફક્ત 5 મિનિટ ચાર્જ થશે તો પણ 50 કિમી સુધી દોડી શકશે

0
13

દિલ્હી. ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર્સની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે. દરરોજ નવી નવી ઓટોમોબાઇલ કંપનીઓ માર્કેટમાં તેમની નવી પ્રોડક્ટ્સ શોકેસ કરી રહી છે. ઇટાલી ઓટોમોબાઇલ કંપની Fiatએ પણ તાજેતરમાં જ તેની નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવા વિશે જણાવ્યું હતું. તો હવે એ ચર્ચા થઈ રહી છે કે, કંપની આ ગાડીના ઇલેક્ટ્રિક વર્ઝનને પણ રજૂ કરી શકે છે.

સિંગલ ચાર્જમાં 320 કિમી ચાલશે

ડિઝાઇન પ્રમાણે આ કારમાં પેટ્રોલ વર્ઝનની સરખામણીએ કોઈ બહુ મોટો ફરક જોવા નહીં મળે. તેમાં કંપની 87kWની કેપેસિટીની ઇલેક્ટ્રિક મોટર અને Li-ion બેટરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાર સિંગલ ચાર્જમાં 320 કિમી સુધીનું અંતર કાપી શકશે. સ્પીડના મામલે પણ આ કાર બહુ ખાસ છે. તે ફક્ત 9 સેકંડમાં જ કલાક દીઠ પ્રમાણે 100 કિમીની ઝડપ પકડી લેશે.

35 મિનિટની અંદર 80% ચાર્જ થઈ જશે

આ કાર સાથે 85 kWની કેપેસિટીનું ફાસ્ટ DC ચાર્જર પણ આપવામાં આવ્યું છે. આ ચાર્જરથી આ કાર ફક્ત 35 મિનિટની અંદર 80% સુધી ચાર્જ થઈ જાય છે. આ ઉપરાંત, તેમાં કંપનીએ ખાસ ટેક્નોલોજીનો પણ પ્રયોગ કર્યો છે, જેનાથી તે માત્ર 5 મિનિટ ચાર્જ થઈ હશે તો પણ તે 50 કિમી સુધીનું અંતર કાપી શકશે.

ફીચર્સ

નવી Fiat 500 લેક્ટ્રિકમાંક પનીએ TFT ડિસ્પ્લે, 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જેને એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે કનેક્ટ કરી શકાય છે. આ સિવાય તેમાં LED હેડલેમ્પ અને 17 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ આપવામાં વ્યા છે. આ કાર સાથે વોલ બોક્સ હોમ ચાર્જર પણ આપવામાં આવશે, જેનાથી ચાર્જ કરવા પર આ કારને ફુલ ચાર્જ થતા ઈશરે 6 કલાકનો સમય લાગશે. જો કે, હજી આ કારના લોન્ચિંગ વિશે કંપની તરફથી ઓફિશિયલી કોઈ જાણકારી બહાર પાડવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here