અહીં ટ્રાફિકના નિયમોને તોડવા પર મળે છે 80 કોરડા મારવાની સજા

0
37

ભારતમાં નવો નોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો છે. નવા ટ્રાફિક નિયમોના અમલ બાદ દંડની માત્રામાં વધારો થયો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક જણાવી રહ્યા છે કે ટ્રાફિકના નવા નિયમો કડક છે, જ્યારે કેટલાક દંડની રકમ પર પ્રશ્ન કરી રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે ભારત એકમાત્ર દેશ નથી, જ્યાં ટ્રાફિકને લઈને કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એવા ઘણા દેશો છે કે જ્યાં આપણા કરતા વધુ કડક ટ્રાફિક નિયમો અને સજા છે. ચાલો આપણે જાણીએ આવા કેટલાક કડક ટ્રાફિક કાયદા વિશે.

ટ્રાફિક નિયમો
દારૂ પી વાહન ચલાવવા પર 5 લાખનો દંડ

એશિયન દેશોમાં ટ્રાફિકના કડક નિયમો છે. જો ઉદાહરણ તરીકે લેવામાં આવે તો તાઇવાનમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ 2 વર્ષની સજા અને આશરે 6700 ડોલર દંડ એટલે કે આશરે 4 લાખ 82 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. જો નશાની હાલતમાં ડ્રાઇવરથી કોઈ અકસ્માત થઇ જાય તો 7 વર્ષની સજા અને અકસ્માતમાં કોઈની મોત થવા પર 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

ટ્રાફિક નિયમો
હાઈ સ્પીડે ગાડી ચલાવવા પર હંમેશાં માટે છીનવાઈ જાય છે ગાડી

યુરોપિયન દેશોમાં હાઇ સ્પીડ પર વાહન ચલાવવા અંગે કડક કાયદા છે. હોલેન્ડમાં હાઇ સ્પીડ પર ગાડી ચલાવવા પર કાયમ માટે ગાડી જપ્ત કરી લેવામાં આવે છે. જ્યારે ફિનલેન્ડમાં, વાહનની ગતિ અને ડ્રાઇવરની વાર્ષિક આવક જોઈને હાઇ સ્પીડ કાર ચલાવવા બદલ દંડ લેવામાં આવે છે. સ્વીટ્જરલેંડમાં, હાઇ સ્પીડ પર વાહન ચલાવવા માટે ભારે દંડની જોગવાઈ છે.

 

ટ્રાફિક નિયમો
80 કોરડાની સજા

મધ્ય પૂર્વના દેશોમાં ટ્રાફિકના નિયમો એટલા કડક છે કે તમને જાણીને આશ્ચર્ય થશે. આ દેશોમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવું એ ગંભીર ગુનો માનવામાં આવે છે. અબુ ધાબીમાં દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયેલા એક શખ્સને 80 કોરડા મારવાની સજા આપી હતી. ઇરાનમાં પણ કોરડા મારવાનો કાયદો છે. યુકેમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર 17 હજાર રૂપિયા દંડ લાદવામાં આવી શકે છે. બીજી બાજુ, જો બીજી કે ત્રીજી વખત આવું કરતા પકડાય તો લાઇસન્સ રદ થઈ શકે છે. વિશ્વભરના 30 દેશોમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર કડક કાયદાની જોગવાઈ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here