ઉત્તર પ્રદેશ : ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ભીષણ ટક્કર, ઘટનાસ્થળે 9 લોકોના મોત

0
0

મૃતકોમાં 4 યુવક, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ : તમામ એક જ પરિવારના હતા

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રક અને સ્કોર્પિયો ભીષણ ટક્કર થતાં ઘટનાસ્થળે 9 લોકોના મોત થયાં હતા. મૃતકોમાં 4 યુવક, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો એકજ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનામાં સ્કોર્પિયો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, તમામ લોકો રાજસ્થાનથી માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને બિહારના ભોજપુર પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બિહારના ભોજપુરના છે. પરાગનગર વાજિદપુર નજીક જોરથી અવાજ સંભળાવ્યો હતો. બાદમાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી. એક તરફ વરસાદ અને વહેલી પરોઢના કારણે ડ્રાઇવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં થયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક સાર વાર મળે તેના નિર્દેશ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here