વિકરાળ આગ:ગોધરા પાસે કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 20 કિ.મી. દૂર સુધી ધૂમાડા દેખાયા, 2 કિ.મી. વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

0
7

કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધૂમાડના ગોટેગોટા જોવા મળ્યા હતા
  • કેમિકલ કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી
  • સમયસર કામદારો બહાર નીકળી જતા આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં

પંચમહાલ જિલ્લાના ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. આગના ધૂમાડા 20 કિ.મી. દૂર ઘોઘંબા સુધી દેખાઇ રહ્યા છે. સાવચેતીના પગલારૂપે આસપાસના 2 કિ.મી.ના વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કેમિકલની ટાંકીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ
3થી 4 ટન કેમિકલની ટાંકીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.

પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો
પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો

કલેક્ટર અને એસપી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આગની ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી બહાર આવ્યું નથી.

હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ
હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ
આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં
આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here