યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ

0
0

ગ્રીસના લેસ્બોસ ટાપુ સ્થિત યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં બુધવારે ભીષણ આગ લાગી ગઇ. જોકે, હજુ સુધી તેમાં કોઇ જાનહાનિના કે કોઇ દાઝી ગયાના અહેવાલ નથી. શરણાર્થીઓ તત્કાળ ત્યાંથી નીકળી ગયા હતા પણ આખો કેમ્પ બળીને ખાક થઇ ગયો. મોરિયા કેમ્પની બદહાલીના વિરોધમાં 2 દિવસ પહેલાં જ જર્મનીમાં 4 સંગઠને સંસદની બહાર 1,300 ખાલી ખુરશી મૂકીને દેખાવો કર્યા હતા. આ કેમ્પમાં ક્ષમતાથી 6 ગણા વધુ શરણાર્થીઓ રહેતા હતા.

યુએન રેફ્યૂજી એજન્સીના જણાવ્યા પ્રમાણે, કેમ્પમાં માત્ર 2,200 લોકો માટે રહેવાની વ્યવસ્થા છે, જેની સામે 13 હજાર લોકો રહેતા હતા. તેમાં 4 હજાર બાળકો પણ સામેલ છે. મોરિયા સિવાય યુરોપના એકેય શરણાર્થી કેમ્પમાં 2 હજારથી વધુ લોકો માટે રહેવાની વ્યવસ્થા નથી.

આગ લાગતાં મોરિયા કેમ્પ આવો દેખાતો હતો. તેમાં 70 દેશમાંથી આવેલા શરણાર્થીઓ રહેતા હતા, જેમાં સૌથી વધુ 70 ટકા શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવ્યા હતા. વર્ષ 2015 બાદથી અહીં શરણાર્થીઓની સંખ્યા વધી હતી.

આગ લાગતાં મોરિયા કેમ્પ આવો દેખાતો હતો. તેમાં 70 દેશમાંથી આવેલા શરણાર્થીઓ રહેતા હતા, જેમાં સૌથી વધુ 70 ટકા શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવ્યા હતા. વર્ષ 2015 બાદથી અહીં શરણાર્થીઓની સંખ્યા વધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here