ધારમાં સિગ્નેટ પાઇપ ફેક્ટરીમાં 11 જાન્યુઆરીએ ભીષણ આગ લાગી હોવાનું સાને આવ્યુ છે. આગ એવી પ્રચંડ લાગી છે કે કલાકોના કલાકો વીતી ગયા પરંતુ આગ પર કાબૂ મેળવાતો નથી. 10 ફાયર ફાઇટરની કાર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીથમપુર સેક્ટર-3 ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત ફેક્ટરીના વેરહાઉસમાં આગ લાગી હતી. આગ ઓલવવા માટે પીથમપુર, ઈન્દોર, ધાર અને બદનાવરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા છે.
આગની જે તસવીર સામે આવી છે તેમાં દૂરથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. કેટલુ નુકસાન થયુ છે કે કેમ તેની કોઇ માહિતી સામે આવી નથી. તેમજ કોઈ જાનહાનિ છે કે કેમ તેને નથી પણ કઁઇ જાણી શકાયુ નથી. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 20 થી વધુ પાણીના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આગ પર કાબૂ મેળવવામાં સમય લાગી શકે છે.
ધારના પીથમપુર સેક્ટર 3માં એક ફેક્ટરીના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.. મંગળવારે સવારે 7.00 વાગ્યાની આસપાસની આ ઘટના છે જો કે હજી સુધી આગ પર કાબુ ન મેળવતા પ્રયાસો તેજ છે.