સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હરિઓમ નગરમાં એક કારખાનામાં કામ કરતા કામદારને કરંટ લાગવાના કારણે તેનું મોત નીપજ્યું હતુ. કામદારના મોતને લઈને કારખાનામાં કામ કરી રહેલા અન્ય કામદારો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. કામદારના મોતના પગલે તેમના પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મૃતક કામદારના પરિવારજનો દ્વારા કારખાનાના માલિક પાસેથી વળતરની માંગણી કરવામાં આવી હતી. કામદારનું મોત થવાના કારણે અન્ય ઓરિસ્સાવાસી કામદારો પણ વિરોધ પર ઉતરી આવ્યા હતા. કામદારોએ રોષે ભરાઈને એક સબવાહીનીમાં તોડફોડ કરી હતી.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પડવાના પ્રયાસો કર્યા હતા. કામદારોનો વિરોધ ઉગ્ર બનતા પોલીસ દ્વારા કારીગરો પર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર કારખાનામાં માલિક દ્વારા મૃતક કામદારના પરિવારજનોને એક લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ પરિવારજનો દ્વારા વધારે વળતરની માંગણી કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો અને કામદારો ફરીથી આ પ્રકારનો વિરોધ ન કરે તે માટે પોલસ દ્બારા કારખાના તેમન તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને પગલે DCP સહીતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનો કારખાનાના માલિક પાસેથી સહાયની માંગણી કરી રહ્યા છે. અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ અમારા કાબુમાં છે. અમારી સામે કોઈ તોડ ફોડ નથી કરવામાં આવી. પણ તે પહેલા એક સબવાહિનીમાં તોડફોડ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Array
સુરતના પાંડેસરામાં કામદારના મોત મામલે ઉગ્ર વિરોધ, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -