Monday, September 27, 2021
Homeકોરોના સામે લડત : 15000 અગરિયા પરિવારો સુધી હજી કોરોના પહોંચ્યો નથી
Array

કોરોના સામે લડત : 15000 અગરિયા પરિવારો સુધી હજી કોરોના પહોંચ્યો નથી

દેશના કુલ મીઠા ઉત્પાદનનું 75 % મીઠું પકવતા ગુજરાતનાં રણમાં આ વ્યવસાય સાથે જોડાયેલા 15000 અગરિયા પરિવારો સુધી હજી કોરોના પહોંચ્યો નથી. રણમાં આગ ઓકતી ગરમીમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આકરી મહેનત સાથે મીઠું પકવતા અગરિયાઓની ઇમ્યુનિટી પાવર સારો હોવાનું ખુદ આરોગ્ય વિભાગનું માનવું છે.

રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો
રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો

એકમાત્ર ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો લાખોને પાર પહોંચી ગયો છે. અને કોરોનાની બીજી અને ઘાતક લહેરે અનેક લોકોને ચપેટમાં લીધા છે, ત્યારે ગુજરાતનાં સૌથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયા સમુદાય સુધી પહોંચવામાં કોરોનાને પણ હાંફ ચઢી ગયો છે. દેશના કુલ 3 કરોડ મે.ટન મીઠાના ઉત્પાદનમાંથી અંદાજે 75 % એટલે 2.25 કરોડ મે.ટન મીઠું ગુજરાતમાં પાકે છે.

સફેદ મીઠું
સફેદ મીઠું

ગુજરાતમાં મીઠું પકવવાના વ્યવસાય સાથે અંદાજે 15000 અગરિયા પરિવારો જોડાયેલા છે. ગુજરાતમાં પાકતા 2.25 કરોડ મે.ટન મીઠામાંથી 25 લાખ મે.ટન મીઠું સુરેન્દ્રનગર જીલ્લામાં પાકે છે. જેમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અંદાજે 2000 અગરીયા પરિવારો રાત-દિવસ 24 કલાક કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓ 46થી 48 ડીગ્રીમાં પણ મીઠું પકવવાની આવડત સાથે તેઓ રણમાં આખો દિવસ ગરમ કાવો ( દૂધ વગરની ચા ) જ પીતા હોવાની રણમાં એમના ઝુંપડા એકબીજા અગરિયાના ઝુંપડાથી અંદાજે અડધાથી એક કિ.મી.ના અંતરે આવેલા હોવાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત થઇ જાય છે. આથી સમગ્ર વિશ્વના દરેક દેશોને હંફાવનારો ઘાતક કોરોના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય સુધી પહોંચતા ખુદ હાંફી ગયો છે.

ડો.રાજકુમાર રમણ
ડો.રાજકુમાર રમણ

આકરી મહેનત કરતા અગરિયાઓની ઇમ્યુનિટી સીસ્ટમ ખુબ સારી હોય છે : ડો.રાજકુમાર રમણ વર્ષના આઠ મહિના મીઠું પકવતા અગરિયાઓ રાત-દિવસ મીઠું પકવવાનું આકરૂ કામ કરતા હોવાથી એમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોવાની સાથે રણમાં કાળઝાળ ગરમીમાં અગરિયાઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મીઠું પકવતા હોવાથી કોરોના વાયરસ નહિવત અસર કરે છે. અને આ અગરિયાઓ રણમાં એકદમ પ્રાકૃતિક વાતાવરણમાં મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે.

રણમાં મીઠું પકવતા અગરિયાઓ
રણમાં મીઠું પકવતા અગરિયાઓ
ભરતભાઇ સોમેરા-અગરિયા હિત રક્ષક મંચ
ભરતભાઇ સોમેરા-અગરિયા હિત રક્ષક મંચ

ઉપર આભને નીચે ધરતી તળે મીઠું પકવતા અગરિયાઓમાં કોરોના બેઅસર : ભરતભાઇ સોમેરા ( જીલ્લા કો.ઓર્ડિનેટર- અગરિયા હિત રક્ષક મંચ )દર વર્ષે ઓકટોબરથી મે માસ દરમિયાન રણમાં 48 ડીગ્રી તાપમાનમાં કંતાનના ઝુપડામાં ઉપર આભને નીચે ધરતી તળે મીઠું પકવતા અગરિયાઓ સુધી પહોંચવામાં ખુદ કોરોના વાયરસ પણ હાંફી ગયો છે. હજી સુધી રણમાં મીઠું પકવતા એક પણ અગરિયાને કોરોના પોઝીટીવ આવ્યાના વાવડ નથી. હાલમાં મોટા ભાગના અગરિયા પરિવારો મીઠું પકવવા રણમાં પહોંચી ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments