કોરોના સામે જંગ – ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

0
0

  • MBBS કે MDની ડિગ્રી ધરાવતા નિવૃત્ત અધિકારીઓને હોસ્પિટલોમાં ફરજ સોંપવામાં આવી શકે છે
  • કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ડૉક્ટરોની અછત ના પડે તે માટે દરેક રાજ્યોને આ સૂચના આપી

સીએન 24,ગુજારત

અમદાવાદગુજરાતમાં બેકાબુ બની રહેલા કોરોનાંના કહેરને અટકાવવા કેન્દ્રની ગાઈડલાઈન મુજબ હવે રાજ્યના MBBS અને MDની ડિગ્રી ધરાવનાર 24 IAS અને IPSને ફરી એકવાર સ્ટેથોસ્કોપ અને એપ્રોન પહેરાવી હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત સહિત દેશના જે રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાં ડૉક્ટરોની અછત ના સર્જાય તે માટે કેન્દ્ર સરકારે જે તે રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ અને ડૉક્ટરની ડિગ્રી ધરાવતા નિવૃત્ત અધિકારીઓને કોરોના દર્દીઓની સારવારમાં લાગી જવા સૂચના આપવામાં આવે છે. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા પણ આવા 24 અધિકારીની યાદી તૈયાર કરી દીધી છે. હાલના IAS અને IPS ઉપરાંત સરકારમાં સેવા બજાવીને નિવૃત્ત થયેલા એસ.કે. નંદા અને અમરજીતસિંઘ જેવા ઓફિસરો આરોગ્ય સેવામાં કામ કરી શકે તેમ છે.

MBBS અને MDની ડિગ્રી ધરાવતા 15  IAS અને 9 IPSની યાદી બનાવી
ગુજરાત સરકારે પણ MBBS અને MDની ડિગ્રી ધરાવતા 15  IAS અને 9 IPSની યાદી બનાવી છે અને તેમને કોરોના સંક્રમણના સમયે હોસ્પિટલોની કામગીરી સોંપવાનું નક્કી કર્યું છે. આ ઓફિસરોને મેડીકલ ક્ષેત્રનું જ્ઞાન છે તેથી તેમના જ્ઞાનનો સરકાર અને કોરોના દર્દીઓને લાભ મળી શકે છે. આશ્ચર્યની બાબત એવી છે કે આખા દેશના IPS અને  IAS અધિકારીઓ પૈકી એકલા ગુજરાતમાં એવા 24 ઉચ્ચ અધિકારીઓ છે કે જેઓ મેડીકલની ડીગ્રી ધરાવે છે.

ગાંધીનગર-અમદાવાદના નિવૃત્ત અધિકારીઓનો પણ ઉપયોગ કરવો જોઈએઃ ઉચ્ચ અધિકારી 
રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં હાલ ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ કે જેમની પાસે મેડિકલની ડિગ્રી છે તેમને કોરોના ડ્યૂટી સોંપવામાં આવે છે તે સારી બાબત છે. પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં એવા ઘણાં નિવૃત્ત ઓફિસરો રહે છે કે જેમની પાસે મેડિકલની ડીગ્રી છે. રાજ્ય સરકારે તેમનો પણ ઉપયોગ કરવો જોઇએ.

IPS વિપુલ અગ્રવાલથી લઈ IAS સંધ્યા ભૂલ્લર મેડિકલની ડિગ્રી ધરાવે છે
આ અધિકારીએ આગળ કહ્યું કે સરકારના નિવૃત્ત અને આયુર્વેદના જાણકાર એવા સિનિયર IAS એસ.કે. નંદાનો કે જેમને મેડીકલનું જ્ઞાન છે. આરોગ્ય વિભાગમાં તેમણે લાંબા સમય સુધી સેવાઓ આપી છે. એવી જ રીતે અમરજીતસિંઘ પણ છે કે જેઓને અત્યારે રેરાના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. બીજા 10થી વધુ એવા નિવૃત્ત ઓફિસરો છે, જેમનો યાદીમાં સમાવેશ કરવો જોઇએ. સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલ પણ ડોક્ટર છે. IPS વિપુલ અગ્રવાલ પણ ડોક્ટર છે. તેમણે નેશનલ હેલ્થ અને આયુષ્યમાન ભારત અભિયાનમાં કામ કર્યું છે. એવી જ રીતે ગુજરાતની મહિલા IAS સંધ્યા ભૂલ્લર પણ નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટર રહી ચૂક્યા છે. તેઓ હાલ ડેપ્યુટેશન પર છે. ગુજરાતમાં IAS અધિકારી છે અને MBBSની ડિગ્રી ધરાવે છે તેમાં એસ.મુરલીક્રિશ્ના, રતનકુંવર ગઢવી, સૌરભ પારઘી, હર્ષિત ગોસાવી, જિને વિલિયમ્સ, રાજેન્દ્ર પટેલ, વિપિન ગર્ગ, ઓમ પ્રકાશ, પ્રશાંત લેઉવા, અને જલમીન હસરતનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here