કોરોના સામે જંગ – કિડની, આંતરડા, શ્વસનતંત્ર સહિતની તકલીફો સાથે જન્મેલી બાળકીએ 25 દિવસમાં કોરોનાને હરાવ્યો

0
7
સમય પહેલાની પ્રસૂતિને કારણે થયેલી અનેક મુશ્કેલીઓ વચ્ચે બાળકીને નવજીવન મળ્યું
સમય પહેલાની પ્રસૂતિને કારણે થયેલી અનેક મુશ્કેલીઓ વચ્ચે બાળકીને નવજીવન મળ્યું

સીએન 24,ગુજરાત

અમદાવાદ. સમય પૂર્વે પ્રસૂતિ થતા કિડની, આંતરડા, શ્વસનતંત્ર સહિતની ઘણી બધી જટિલ સમસ્યાઓ સાથે જન્મેલી બાળકી જન્મના 6ઠ્ઠાં દિવસે કોરોનાની ઝપેટમાં આવી હતી. જેને સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 25 દિવસ સુધી કોરોના સામેનો જંગ લડી આખરે આ જીવલેણ ચેપી રોગને મ્હાત આપી છે.

જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવ્યો હતો
કંકુબેનને ત્યાં જોડિયા બાળક જન્મયા હતા, જેમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવ્યો હતો. બાળકીને સારવાર અર્થે સિવિલની કોવિડ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જોકે બાળકીનું વજન ઓછું હોવાથી બાળકીને શ્વસન તંત્રમાં તકલીફ પડી રહી હતી. જેથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. હજી આ બિમારીની સારવાર થાય ત્યાં બાળકીને આંતરડામાં ચેપ લાગીને રક્તસ્ત્રાવની નવી સમસ્યા ઉભી થઇ હતી. જેથી તેને મોંઘા એન્ટીબાયોટિક્સ આપી રક્તસ્ત્રાવ ઓછું કરવા FFPની સારવાર આપવામાં આવી હતી. હજી બાળકી સાજી થાય એ પહેલા જ બાળકીના શરીરમાં શર્કરાની પણ ખામી ઉભી થઇ હતી. જેથી સોનોગ્રાફી કરવામાં આવતા બાળકીને કિડનીની પણ તકલીફ ઉભી થઇ હતી.

આ કેસને પડકાર સમજી ટ્રીટમેન્ટ પ્લાન બનાવ્યો
ઉક્ત તમામ તકલીફો જ્યારે એક સાથે આવી પડી ત્યારે સિવિલમાં પિડિયાટ્રિક વિભાગની ટીમ દ્વારા આ એકને એક પડકાર સમજીને સઘન સારવાર માટેનો ટ્રીટમેન્ટ પ્લાન બનાવ્યો હતો. ડો. જોલી વૈષ્ણવ અને ડો. ચારુલ મહેતાની ટીમ દ્વારા 25 દિવસ સુધી બાળકીને શ્રેષ્ઠ સારવાર આપી હતી. દરેક બિમારીના લક્ષણોની સારવાર કરીને તેને સ્વસ્થ જીવન આપવામાં આવ્યું છે.

મારી બાળકી 25 દિવસ ઝઝૂમતી રહી હતી
બાળકીની માતા કંકુબેનનું કહેવું છેકે, વિવિધ પ્રકારની ગંભીર બિમારી-તકલીફો વચ્ચે મારી બાળકી 25 દિવસ ઝઝૂમતી રહી હતી. મારી બાળકી જીવી શકશે તેવી આશા છોડી દીધી હતી. પરંતુ સિવિલના તબીબોએ મારી બાળકીને નવજીવન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here