કોરોના સામે જંગ:સોસાયટી, ફ્લેટ અને મોહલ્લામાં કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવી ફરજિયાત, AMCએ કોરોનાની ગાઈડલાઈનના પાલનની જવાબદારી સોંપી

0
0
 • ઓફિસો અને ઔદ્યોગિક એકમો બાદ રહેણાંક વિસ્તાર માટે AMCનો નિર્ણય
 • માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અને ક્વોરન્ટાઈન ફેમિલી પાસે ગાઈડલાઇન પાલન કરાવવાની જવાબદારી
ફાઇલ તસવીર

સીએન 24, સમાચાર

શહેરમાં કોરોનાનાં કેસોને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પગલાંઓ લેવાઈ રહ્યા છે. ઓફિસો અને ઔદ્યોગિક એકમોમાં કોરોનાને લઈ કોવિડ કો-ઓર્ડિનેટર નિમવામાં આવ્યા છે. ત્યારે હવે રહેણાંક વિસ્તાર એટલે કે સોસાયટી, ફ્લેટ, મહોલ્લામાં કોવિડ કો-ઓર્ડિનેટર નીમવા આવશે. આ કોવિડ કો-ઓર્ડિનેટર સોસાયટી, ફ્લેટના મેનેજર, મંત્રી, પ્રમુખ આયોજક વગેરેમાંથી કોઈ એકને નીમવાનો રહેશે. જેની જાણ જે તે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કરવાની રહેશે. રહેણાંક વિસ્તારમાં કોવિડ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવનાર માટે જવાબદારી અને કામગીરી નક્કી કરવામાં આવી જે નીચે મુજબ છે.

 • સોસાયટી, ફ્લેટ અને મોહલ્લામાં માસ્ક પહેરવું ફરજિયાત અને સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવવું.
 • જે વ્યક્તિને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હોય તેઓ પાસે નિયમોનું કડક પાલન કરાવવું અને જો નિયમ ભંગ કરે તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવી.
 • સોસાયટી, ફ્લેટમાં એવા લોકોને પ્રવેશ આપવામાં આવે જેઓ માસ્ક પહેર્યું હોય, થર્મલ ગનથી સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હોય અને હેન્ડ સેનેટાઈઝ કર્યા હોય ત્યારબાદ જ સોસાયટીમાં પ્રવેશ આપવાનો રહેશે.
 • જો તાવ, શરદી, ખાંસી કે ઉધરસના લક્ષણ જણાય તો તેને સોસાયટીમાં પ્રવેશ આપવો નહીં અને 104ને જાણ કરી કોરોના ટેસ્ટ કરાવી ઝોનમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
 • પોઝિટિવ ટેસ્ટ આવનાર વ્યક્તિના 14 દિવસના કોન્ટેક ટ્રેસિંગ કરી તેમના નામ, નંબર સહિતની માહિતી જે તે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને 48 કલાકમાં જાણ કરવાની રહેશે.

માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોવિડ કો-ઓર્ડિનેટરની જવાબદારી

 • માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ક્વોરન્ટીન સમયગાળા દરમિયાન કોઈ બહાર ન નીકળે તેની તકેદારી રાખવાની રહેશે.
 • તમામ લોકોનો કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવવાનો રહેશે.
 • નમસ્તે અભિવાદન, માસ્ક પહેરવું, દર બે કલાકે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને હેન્ડ સેનેટાઈઝ કરવા.
 • મેડિકલ ઇમરજન્સીમાં જ પોલીસ પાસે નોંધણી કરાવી વ્યક્તિ બહાર નીકળી શકશે.
 • માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 14મા દિવસે તે વિસ્તારમાં તમામ લોકોના ટેસ્ટ કરવાના રહેશે અને જો એકપણ પોઝિટિવ ન આવે તો જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી ડી-નોટીફાઈડ કરવામાં આવશે.
 • આ તમામ જવાબદારીમાં જો કોઈ નિયમ ભંગ થશે તો કો-ઓર્ડિનેટર સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ થશે.

હોમ ક્વોરન્ટીન દર્દી માટે માર્ગદર્શિકા

 • હોમ ક્વોરન્ટીન દર્દી કે તેના પરિવારજનો મેડિકલ ઇમરજન્સીમાં પોલીસમાં નોંધ સિવાય ઘરની બહાર નહિ નીકળી શકે.
 • ક્વોરન્ટીનનો નિયત સમય પૂર્ણ થયા બાદ જ ઘરમાંથી બહાર નીકળી શકશે.
 • ઘરે એન્ટિજન ટેસ્ટ માટે આવતી મેડિકલ ટીમને સહકાર આપવાનો રહેશે.
 • નમસ્તે અભિવાદન, માસ્ક પહેરવું, દર બે કલાકે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને હેન્ડ સેનેટાઈઝ વગેરેનું કરવાનું રહેશે.
 • જો આ તમામ નિયમોનું પાલન નહીં થાય તો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here