Saturday, September 18, 2021
Homeમારામારી : ખેડા જિલ્લામાં મારામારીના બે અલગ અલગ બનાવોમાં સામસામી ફરિયાદ
Array

મારામારી : ખેડા જિલ્લામાં મારામારીના બે અલગ અલગ બનાવોમાં સામસામી ફરિયાદ

ખેડા જિલ્લામાં ગતરોજ મારામારીના બે અલગ અલગ બનાવો બન્યા છે. મહુધામાં મહિલાનો હાથ પકડવા જતાં ઝઘડો વણસ્યો હતો. જ્યારે ચકલાસીમાં પાણીના નીકના સફાઈ બાબતે બે પરિવારો બાખડ્યાં છે. આ બન્ને મારામારીના બનાવોમાં હદ ધરાવતા પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મહુધામાં ફીણાવ ભાગોળ વિસ્તારમાં આવેલ હરીજન વાસમાં રહેતાં ઉમેશ સોલંકીની પત્ની નીશાબેન ગતરોજ રાત્રે પોતાના ઘરની બહાર કચરો નાખવા ગઈ હતી. આ દરમિયાન અહીંયા રહેતા કૌશીક વિજય વાઘેલાએ તેણીનો હાથ પકડવા જતાં નીશાબેને બુમરાણ મચાવી હતી. આથી ઉમેશ અને તેમનો ભાઈ પ્રિતેશ આવી ગયા હતા. જ્યારે કોશિકનું ઉપરાણું લઈ તેના કૌટુંબિક બે ભાઈઓ આવી ગયા હતા અને મામલો બીચકતા એક બીજા પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આથી બન્ને પરિવારના ચાર જેટલા સભ્યો ઘવાયા હતા. આ અંગે મહુધા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રિતેશ સોલંકીની ફરિયાદમાં કૌશીક વિજય વાઘેલા, કિરણ દિલીપ વાઘેલા અને નિતીન દિલીપ વાઘેલા વિરુદ્ધ જ્યારે કિરણ હરીજનની ફરિયાદમાં પ્રિતેશ ગોપાલ હરીજન, ભરત કાંતિભાઈ હરીજન, ગોપાલ કાંતિભાઈ હરીજન અને ઉમેશ ભરત હરીજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 504, 114, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય એક મારામારીનો બનાવ ચકલાસીમાં બન્યો છે. ચકલાસી પાંચઘરા વિસ્તારમાં ભાથીજી ફળીયામાં રહેતા વિજય શંકર ચુનારા ગતરોજ પોતાના ઘર આગળ વરસાદી પાણીના નિકાલની નીક સાફ કરતાં હતા. ત્યારે નજીકમાં રહેતા જીગા અમરાભાઈ ચુનારાએ નીક કેમ સાફ કરો છો તેમ આ ભરાયેલું પાણી અમારા બાજુ આવે છે તેમ જણાવતાં મામલો બિચક્યો હતો. અને આ સમયે વાત વણસતાં ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં આક્રોશમાં આવેલા અમરાભાઈએ લોખંડની કોસ લઈ આવી તેનો પાછળના ભાગથી વિજય પર હુમલો કર્યો હતો. આથી આ અંગે ચકલાસી પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ જવા પામી છે. જેમાં વિજય ચુનારાની ફરિયાદમાં જીગા અમરાભાઈ ચુનારા અને અમરાભાઈ સોમાભાઈ ચુનારા વિરુદ્ધ જ્યારે સામાપક્ષે જીગા ચુનારાની ફરિયાદમાં વિજય શંકરભાઈ ચુનારા અને દિનેશ શંકરભાઈ ચુનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments