પરવેઝ મુશર્રફને સજા અપાવવા લડાઈ લડનાર વકીલને બંધક બનાવાયા

0
16

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને (Pervez Musharraf) સજા અપાવવા માટે કેસ લડી રહેલા પાકિસ્તાનના એક વકીલને સવારે તેમના ઘર ઉપર બંધ બનાવી લીધા છે. અકરમ શેખ (Akram Sheikh)અને તેમના પરિવારજનોને તેમના ફાર્મ હાઉસ ઉપર આશરે બે કલાક સુધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ આ લોકો વકીલને ધમકી આપીને ફરાર થયા હતા.

2 કલાક સુધી બંધક બનાવાયા
પાકિસ્તાની મીડિયા પ્રમાણે આ ઘટના શનિવાર સવારની છે. બંદૂકની અણીએ પહેલા પરિવારજનોને મોબાઈલ ફોન છીનવી લીધા અને પછી બધાને એક રૂમમાં બંધ કરી દીધા અને ત્યારબાદ સામાનલૂંટી લીધો હતો. જતા પહેલા આરોપીઓએ વકીલને ધમકી આપી હતી કે, ‘સીધા નહીં રહો તો ફરીથી આવીશું

‘ કોણ છે અકરમ શેખ? અકરમ શેકને તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે પરવેઝ મુશર્રફ વિરુદ્ધ કેસ લડવા માટે સરકારી વકીલ નીમવામાં આવ્યા હતા. તેઓ 2018 સુધી આ કેસને લડી રહ્યા હતા. ઈમરાન ખાન સત્તામાં આવ્યા પછી તેઓ કેસમાંથી હટી ગયા હતા. બે દિવસ પહેલા જ વિશેષ કોર્ટે બંધારણ બદલવા માટે દેશદ્રોહના કેસમાં મુશર્રફને મોતની સજા સંભળાવી છે. તેઓ પહેલા એવા સૈન્ય શાસક છે જેમણે દેશના અત્યાર સુધીના ઈતિહાસમાં મોતની સજા સંભળાવી છે.

કેસ દાખલ થયો નથીહજી સુધી આ અંગે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. આ સાથે જ વકીલ અકરમ શેખે પોલીસ સામે પોતાનું કોઈ નિવેદન નોંધાવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here