માસિક GST રીટર્ન ભરવામાં હવે સમસ્યા નહી થાય

0
19

નવી દિલ્હી તા.23
જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં પડતી તકલીફોમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયામાં બદલાવ કર્યો છે. જુદી-જુદી શ્રેણીના કરદાતાઓ માટે માસિક રિટર્ન જીએસટીઆર-3બી ફાઈલ કરવા માટે અલગ-અલગ ત્રણ તારીખ નિર્ધારીત કરી છે.

પ્રવર્તમાન સિસ્ટમ હેઠળ જીએસટીઆર-3બી ફાઈલ કરવાની દર મહિનાની 20મી તારીખ નિયત થયેલી છે. હવે નવા બદલાવ હેઠળ ત્રણ તારીખ નકકી કરવામાં આવી છે. તા.20,22 અને 24 તારીખ નિયત થઈ છે જુદી-જુદી શ્રેણીના કરદાતા માટે અલગ તારીખ રહેશે.એક જ દિવસે રિટર્ન ફાઈલ થતા હોવાના કારણોસર સિસ્ટમ ‘જામ’ થઈ જતી હતી. છેલ્લી ઘડીએ રીટર્ન ફાઈલ કરવા દોડતા વેપારી કરદાતા રીટર્ન ફાઈલ કરી શકતા ન હતા. પેનલ્યી સહન કરવી પડતી હતી અને તેને કારણે લગભગ દર મહિને ઉહાપોહ થતો હતો.

ચાલુ જાન્યુઆરી મહિનાના રીટર્નના આંકડા પર નજર કરવામાં આવે તો 20 ટકા રીટર્ન છેલ્લા દિવસે જ ફાઈલ થયા હતા.નવી સીસ્ટમ હેઠળ પાંચ કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ 20મી સુધીમાં રીટર્ન ભરવુ પડશે. આવા કરદાતાની સંખ્યા 8 લાખ છે. પાંચ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓને બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. ગુજરાત સહિતના કેટલાંક રાજયોના 49 લાખ કરદાતા માટે 22મી તારીખ તથા અન્ય રાજયોના કરદાતા માટે 24મી તારીખ નિયત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here